રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  1. નાનું પેકેટ મેગી
  2. કેપ્સીકમ ઝીણું સમારેલું
  3. ગાજર ઝીણું સમારેલું
  4. લીલી ડુંગળી ઝીણી સમારેલી
  5. થોડી કોથમીર ઝીણી સમારેલી
  6. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  7. ચપટીહિંગ
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. ૧ ચમચીમેગી નો મસાલો
  10. ૧ ચમચીમેગી મસાલા મેજીક મસાલો
  11. મીઠું સ્વાદપ્રમાણે
  12. નાનો બાઉલ ચણાનો લોટ બાઇન્ડિંગ માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પ્લેટમાં એક પેકેટ મેગી મેગી નો મસાલો અને મેગી મસાલા મેજિક મૂકો

  2. 2

    એક પ્લેટમાં ઝીણા સમારેલા શાકભાજી અને ચણાનો લોટ તૈયાર કરો

  3. 3

    એક પેનમાં પાણી ગરમ કરવા મૂકો

  4. 4

    પાણી ઉકળવા દો

  5. 5

    પાણી ઉકળે એટલે તેમાં મેગી નાખી દો

  6. 6

    ત્યારબાદ તેને ૫ થી ૭ મિનિટ માટે થવા દો

  7. 7

    મેગીને ૫ થી ૭ મિનિટ માટે માટે જ થવા દેવી વધારે ન થવા દેવી

  8. 8

    ત્યારબાદ તેને કાણાવાળા વાસણમાં કાઢી લેવી જેથી કરીને પાણી વધારાનું નીકળી જાય

  9. 9

    પછી તેને એક પ્લેટમાં કાઢી તેને ડ્રાય થવા દેવી

  10. 10

    પછી તેમાં લીલી ડુંગળી, કેપ્સિકમ, ગાજર, કોથમી ર બધા વેજીટેબલ એડ કરો

  11. 11

    પછી તેમાં લાલ મરચું પાઉડર,ગરમ મસાલો, હિંગ, મેગી નો મસાલો,મીઠું નાખીને મિક્સ કરો

  12. 12

    પછી તેમાં મેગી મસાલા મેજિક મસાલો એડ કરો

  13. 13

    પછી તેમાં ચણાનો લોટ નાખો

  14. 14

    પછી આ બધું મિક્સ કરી દો

  15. 15

    બધું સરખું હલાવી અને એકસરખું મિક્સ થઇ જાય તેવી રીતે બધું મિક્સ કરી દો

  16. 16

    ત્યારબાદ મિક્સરમાં થી તમે નાના નાના બોલ વાળી લો

  17. 17

    ત્યારબાદ તૈયાર કરેલ આ બોલ્સને મેગી માં રગદોળી દો

  18. 18

    ત્યારબાદ આ બધા બોલ્સને ગરમ તેલમાં તળવા મૂકો

  19. 19

    ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મીડીયમ તાપ પર તળો

  20. 20

    ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી લો

  21. 21

    તૈયાર છે આપણા ગરમાગરમ અમદાવાદના પ્રખ્યાત મેગી ના ભજીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Ira Vaishnav
Ira Vaishnav @cook_28615242
પર

Similar Recipes