બેસન કે લડ્ડુ (Besan Ladoo Recipe In Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

આજે મે મારા કાનુડા માટે બેસન ના લડ્ડુ એટલે કે તેમને પ્રિય એવા મગશ ના લાડુ બનાવેલ છે. એ પણ એકદમ બજાર માં મલે એવા. કેવા બન્યા છે એ જરૂરથી કહેજો.

બેસન કે લડ્ડુ (Besan Ladoo Recipe In Gujarati)

આજે મે મારા કાનુડા માટે બેસન ના લડ્ડુ એટલે કે તેમને પ્રિય એવા મગશ ના લાડુ બનાવેલ છે. એ પણ એકદમ બજાર માં મલે એવા. કેવા બન્યા છે એ જરૂરથી કહેજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
10 સર્વિંગ્સ
  1. 300 ગ્રામજાડો ચણાનો લોટ
  2. 200 ગ્રામદળેલી ખાંડ
  3. 200 ગ્રામદેશી ઘી
  4. 1 ટે સ્પૂનઇલાયચી પાઉડર
  5. કાજુ, બદામ અને પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ લો તેમાં ઘી ઉમેરો ઘી ગરમ થાય એટલે તેમાં ધીરે ધીરે કરીને લોટ ઉમેરતા જાવ.

  2. 2

    આ મિશ્રણને મીડયમ આંચ પર શેકવા દેવુ. અને તેને સતત હલાવતા રહેવું. લોટ ને શેકાતા લગભગ 30 મિનિટ જેવુ થશે જ્યારે તમે ઘી માં લોટ મિકક્ષ કર્યો હતો ત્યારે તે હલાવતા માં ભારે લાગશે પણ જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તે હલકો લાગશે અને કલર બદલીને હલકો બ્રાઉન જેવો દેખાવા લાગશે.

  3. 3

    લોટ નું મીશ્રણ હલકું થઈ જાય અને કલર બદલાઈ જા એટલે ગેસ ઓફ કરી દેવો. તો પણ એ મીકક્ષર ને હલાવતા રહેવું જ્યા સુધી લોટ ઠંડો પડે ત્યાં સુધી. તેને એક દમ ઠંડુ થાય પછી જ આગળ ની પ્રોસેસ કરવી.

  4. 4

    શેકાયેલો લોટ એકદમ ઠંડો થઈ જાય એટલે તેમાં એલાઈચી પાઉડર, કાજુ,બદામ તથા પિસ્તાની કતરણ ઉમેરો. હવે તેમાં દળેલી ખાંડ ધીરે ધીરે કરીને ઉમેરતા જાવ. ખાંડ બરાબર મિક્સ થઈ જાય એટલે તેના નાની સાઇઝ ના લાડુ વાળી લો. ઉપરથી પિસ્તા ની કતરણ લગાવી લો. તો તૈયાર છે આપણા એકદમ બજારમાં મલે તેવા બેસન ના લડ્ડુ કહો કે મગશ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

Similar Recipes