ભરેલા રીંગણ ગ્રેવી વાળા (Bharela Ringan In Gravy Recipe In Gujarati)

Neelam Dalwadi
Neelam Dalwadi @cook_29406944

ભરેલા રીંગણ ગ્રેવી વાળા (Bharela Ringan In Gravy Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
4 person
  1. 250 ગ્રામનાના રીંગણ
  2. 100 ગ્રામસાદા નાના ગાંઠીયા
  3. ૧ નંગડુંગળી ઝીણી સમારેલી
  4. ૧ નંગટામેટું ઝીણું સમારેલું
  5. લસણની કળી આઠ દસ નંગ
  6. 1ઈંચ આદુનો ટુકડો
  7. 3-4 નંગલીલા મરચા
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 2 ચમચીધાણાજીરુ
  10. ચમચીહળદર પા
  11. 1 ચમચીલાલ મરચું
  12. 1/2 ચમચીગરમ મસાલો
  13. 1/4 ચમચીખાંડ
  14. 3 ચમચાતેલ

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌપ્રથમ રીંગણ ને ધોઈને કોરા કરીને ઉભા કાપા પાડો.
    ગાંઠિયા ને મિક્સરમાં ભૂકો કરીને પાઉડર બનાવો.
    તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરૂ, ખાંડ ઉમેરી રીંગણમાં ભરવાનો મસાલો તૈયાર કરો.
    મસાલો રીંગણમાં ભરો.

  2. 2

    પહોળા તળિયાવાળા કુકરમાં તેલ ગરમ મૂકો.
    તેલમાં રાઈ-જીરું મૂકો.
    તેમાં ક્રશ કરેલી ડુંગળી અને આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરો.
    ડુંગળી ગુલાબી શેકાય એટલે તેમાં ટામેટા ઉમેરો.
    બધું જ બરાબર શેકાવા દો.
    તેમાં ડુંગળી અને ટામેટા ના ભાગ નું મીઠું ઉમેરો.
    હળદર મરચું ધાણાજીરું તેમજ ગરમ મસાલો ઉમેરો.

  3. 3

    તેલ છૂટું પડે એટલે તેમાં ભરેલા રીંગણ મૂકી દો.
    ધીમેથી થોડું હલાવીને તેમાં ૧૦૦-૧૨૦ મિલી પાણી રેડો.
    સાધારણ હલાવીને કુકર બંધ કરી એક સીટી થવા દો.

  4. 4

    કુકર સર્જાઇ જાય એટલે ખોલીને શાકને ધીમેથી સર્વિંગ બાઉલમાં કાઢી લો.
    તેને લીલા ધાણાથી ગાર્નિશ કરીને ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neelam Dalwadi
Neelam Dalwadi @cook_29406944
પર

Similar Recipes