રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક ૩૦મિનિટ
3 સર્વિંગ્સ
  1. ૧ કિલોગાજર
  2. ૧/૪ કપઘી
  3. ૧૦ નંગ કાજુ
  4. ૧૦ નંગ બદામ
  5. ૧૦ નંગ પિસ્તા
  6. ૧૦ નંગ દ્વાક્ષ
  7. ૩ કપદૂધ
  8. ૩/૪ કપ ખાંડ
  9. ૧/૨ કપમાવો
  10. ૧/૪ ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૩૦મિનિટ
  1. 1

    સૌ પ્રથમ, ગાજરની છાલ ઊતારી તેને છીણી લો. બાકીની સામગ્રી તૈયાર કરી લો.

  2. 2

    હવે, કડાઈમાં ઘી ગરમ કરી તેમાં છીણેલું ગાજર નાખી સાંતળો. થોડો રંગ બદલાય પછી દૂધ ઉમેરીને સારી રીતે મિકસ કરો. થોડી થોડી વારે હલાવતા રહી ૧૦ મિનિટ સુધી ઉકાળો.

  3. 3

    ગાજર સારી રીતે ચડી જાય અને દૂધ ઓછું થાય ત્યાં સુધી સતત હલાવતા રહો. દૂધ બળી જાય એટલે તેમાં ખાંડ ઉમેરીને મિક્સ કરી લો.

  4. 4

    કડાઈમાં ઘી બાજુથી છૂટું ન થાય અને હલવો ઘટ્ટ થાય ત્યાં સુધી ચડવા દો. પછી માવો, ઇલાયચી પાઉડર અને સમારેલા સૂકામેવા ઉમેરી મિકસ કરી ગેસની ફ્લેમ બંધ કરી દો.

  5. 5

    ગાજરનો હલવો તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes