બટાકા વેફર (Bataka Wafer Recipe In Gujarati)

Maitry shah
Maitry shah @maitry_shah
શેર કરો

ઘટકો

  1. 2 કિલોબટાકા
  2. સિંધવ મીઠું
  3. નાનો ટુકડો ફટકડી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા ને 2-3 વાર ધોઈ તેને છોલી પાણી માં રાખવા પછી તેને છીણી માં વેફર પાડવી અને પ્લેન અને ચેક્સ ડિઝાઇન બને કરી શકાય છે.

  2. 2

    હવે બધી વેફર ને પાણી માં રાખવી. ત્યાર બાદ તેને 5-6 વાર પાણી થી ધોઈ લેવી જેથી તે એકદમ સફેદ થાય ત્યાર બાદ તપેલા માં પાણી ઉકાળવા મૂકવું તે ઉકળે એટલે તેમાં ફટકડી નો ભૂકો ઉમેરવો.

  3. 3

    હવે પાણી માંથી વેફર કાઢી તેમાં ઉમેરવી પછી સિંધવ મીઠું નાખવું અને મિક્સ કરી લેવું.અને લગભગ 10 મિનિટ માં થઇ જાય છે.

  4. 4

    હવે તેને કાણા વાળા વાસણ માં કાઢી લેવી અને પ્લાસ્ટિક કે કાપડ પર છૂટી કરી સુકવી લેવી.અને લગભગ એક દિવસ માં સુકાઈ જાય છે પણ જરૂર લાગે તો બીજા દિવસે થોડો ટાઈમ મુકવી.

  5. 5

    હવે તેને આખું વર્ષ રાખવા માટે એર ટાઈટ ડબ્બા માં ભરી લેવી અને જરૂર હોય ત્યારે તળી લેવી અને ઉપર લાલ મરચું, મીઠું અને દળેલી ખાંડ સ્પ્રિંકલ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Maitry shah
Maitry shah @maitry_shah
પર

Similar Recipes