ખાટી-મીઠી શીંગદાણા વાળી ગુજરાતી દાળ (Khati Mithi Shingdana Gujarati Dal Recipe In Gujarati)

Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
Surat, Gujarat, India

#AM1

હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા!!!
આશા છે મજામાં હશો....

આજે એપ્રિલ મહિનાની ચેલેન્જ માટે આપણી જે રૂટિનમાં ગુજરાતી ઘરોમાં ખાટી મીઠી છે દાણા વાળી દાળ બને છે એ દાળ ની રેસીપી અહીંયા પોસ્ટ કરી છે. એકદમ સરળ છે અને ફટાફટ બની જતી દાળ છે. મારા ઘરમાં રૂટિનમાં આ જ પ્રકારની દાળ કાયમ બને છે. તમે સૌ પણ આ જ પ્રકારે બનાવજો તો જરૂરથી તમને ભાવશે જ.....

ખાટી-મીઠી શીંગદાણા વાળી ગુજરાતી દાળ (Khati Mithi Shingdana Gujarati Dal Recipe In Gujarati)

#AM1

હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા!!!
આશા છે મજામાં હશો....

આજે એપ્રિલ મહિનાની ચેલેન્જ માટે આપણી જે રૂટિનમાં ગુજરાતી ઘરોમાં ખાટી મીઠી છે દાણા વાળી દાળ બને છે એ દાળ ની રેસીપી અહીંયા પોસ્ટ કરી છે. એકદમ સરળ છે અને ફટાફટ બની જતી દાળ છે. મારા ઘરમાં રૂટિનમાં આ જ પ્રકારની દાળ કાયમ બને છે. તમે સૌ પણ આ જ પ્રકારે બનાવજો તો જરૂરથી તમને ભાવશે જ.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4-5 વ્યક્તિઓ માટે
  1. 1 કપ- તુવેરની દાળ (ચાના કપ જેટલું લેવું)
  2. 1 નંગ- ટામેટું
  3. 1/4 ટેબલ સ્પૂન- મેથીના દાણા
  4. 1/4 ટેબલ સ્પૂન- આખું જીરું
  5. 1/4 કપ - આખા શીંગદાણા
  6. 1 ટેબલ સ્પૂન - હળદર પાઉડર
  7. 1 ટેબલસ્પૂન- લીલા મરચાની પેસ્ટ
  8. 1/2 ઈંચ આદુ
  9. 1 ટેબલ સ્પૂન- ધાણાજીરું પાઉડર
  10. 2-3 ટેબલ સ્પૂન ગોળ
  11. 1 નંગ - લીંબુ નો રસ
  12. વઘાર માટે:
  13. 2 ચમચી- સીંગતેલ
  14. 1/2 ચમચી રાઈ
  15. 1/2 ચમચી જીરૂ
  16. 1 ચમચી- લાલ મરચાનો પાઉડર
  17. ચપટી હિંગ
  18. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કપ ચા નો કપ હોય એટલી તુવેરની દાળ લઈ અને ધોઈ લેવી. હવે એ દાળમાં ટામેટુ સમારીને ઉમેરી લેવું. ટામેટા ની સાથે જ મેથીના દાણા અને જીરું પણ ઉમેરી દેવું.

  2. 2

    હવે કુકર ના ડબ્બા ના ઢાંકણા ઉપર શીંગદાણા પણ બાફવા મૂકી દેવા. ચારથી પાંચ સીટી વાગે ત્યાં સુધી દાળને બફાવા દેવી. હવે બ્લેન્ડર વડે દાળ ને ક્રશ કરી લો ટામેટુ પણ બરાબર ક્રશ થવા દેવું. ત્યારબાદ દાળમાં બાફેલા શીંગદાણા ઉમેરી દેવા.

  3. 3

    હવે ફોટા માં બતાવ્યા મુજબ બધા મસાલા તૈયાર કરી લેવા. ત્યારબાદ તેમાં આદું-મરચાંની પેસ્ટ, ગોળ, મીઠું, હળદર પાઉડર,ધાણાજીરૂ ઉમેરી લો.

  4. 4

    હવે મસાલા કર્યા બાદ દાળને બરાબર હલાવીને ગેસ ઉપર ઉકળવા મૂકી દો. હવે બીજી બાજુ વઘારીયા માં તેલ મૂકી દો વઘાર માટે. હવે તેલ ગરમ થાય એટલે વઘારીયા માં રાઈ ઉમેરી લો.

  5. 5

    હવે રાઈ તતડી જાય એટલે વઘારીયા માં જીરું ઉમેરો અને ત્યારબાદ હિંગ નાખી દો. હવે ગેસ બંધ કરીને લાલ મરચુ વઘારીયા માં નાખીને વઘારને દાળમાં ઉમેરી દો.

  6. 6

    હવે દાળને પાંચ મિનિટ માટે બરાબર ઉકળવા દો. દાળ ઉકળવા માંડે એટલે એમાં એક લીંબુનો રસ ઉમેરી દો. ફરીથી દસ મિનિટ માટે દાળને બરાબર ઉકળવા દો. દાળ ઉડી જાય એટલે એને લીલા ધાણા નાખીને સર્વ કરો. તો રેડી છે મસ્ત મજાની ગુજરાતી ખાટી મીઠી દાળ......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
પર
Surat, Gujarat, India

Similar Recipes