ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

દાળ ગુજરાતી ભાણાનું મહત્વનું અંગ છે અને પ્રોટીન સ્ત્રોત છે એમાં પણ આપણા ગુજરાતીઓની દાળ એટલે કે ખાટી મીઠી ગળચટ્ટી અને શીંગદાણા વાળી દાળ તો બહુ જ બધાની ફેવરિટ હોય છે

ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

દાળ ગુજરાતી ભાણાનું મહત્વનું અંગ છે અને પ્રોટીન સ્ત્રોત છે એમાં પણ આપણા ગુજરાતીઓની દાળ એટલે કે ખાટી મીઠી ગળચટ્ટી અને શીંગદાણા વાળી દાળ તો બહુ જ બધાની ફેવરિટ હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપજેટલી પલાળેલી તુવેરની દાળ
  2. પાણી જરૂર મુજબ
  3. વઘાર માટે તેલ
  4. 1/2 ચમચી રાઈ
  5. 1/2 ચમચી જીરું
  6. 1/2 ચમચી હિંગ
  7. 1લાલ મરચું વઘાર માટે
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 2 મોટી ચમચીજેટલો ગોળ
  10. 2 મોટી ચમચીજેટલા પલાળેલા શીંગદાણા
  11. 1 ખટાશ માટે લીંબુનો રસ અથવા તો બેથી ત્રણ કોકમ
  12. 1/2 ચમચી હળદર
  13. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  14. 1/4 ચમચી જેટલો ગરમ મસાલો
  15. 10લીમડાના પાન
  16. 1ટામેટું સમારેલું
  17. આદુ મરચાની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તુવેરની દાળને બેથી ત્રણ પાણીએ ધોઈ અને બે કલાક માટે પલાળી દો

  2. 2

    ત્યારબાદ પ્રેશરકુકરમાં લઈ તેમાં મીઠું અને હળદર નાખીને બાફી લો બ્લેન્ડર ની મદદથી બ્લેન્ડ કરી તેમાં શીંગદાણા એડ કરી દો

  3. 3

    તેલ ગરમ કરી તેમાં રાઈ જીરુ અને લીમડાનો વઘાર કરી ત્યારબાદ તેમાં 1/2 ચમચી આદુ મરચાની પેસ્ટ અને સમારેલું ટમેટું સાંતળી લો

  4. 4

    ત્યારબાદ તેમાં મસાલા કરુ ચપટી હળદર લાલ મરચું પાઉડર મીઠું ઉમેરી તેમાં બાફેલી દાળ એડ કરી દો

  5. 5

    ત્યારબાદ તેમાં ગોળ અને કોકમ નાખી દો

  6. 6

    દાળને ઉકળવા દો થઈ જાય એટલે કોથમીર છાંટી ટીમ રાઈસ સાથે સર્વ કરો

  7. 7

    જો દાલ માં કોકમ ની જગ્યાએ લીંબુ નાખતા હોય તો લીંબુ દાળનો ગેસ બંધ કરીએ ત્યારે છેલ્લે એડ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

Similar Recipes