ખાટી મીઠી તુવેર દાળ (Khati Mithi Tuvar Dal Recipe In Gujarati)

Komal Vasani
Komal Vasani @komal_vasani21193
Dhari(Gujarat)
શેર કરો

ઘટકો

  1. 1નાનું ટામેટું
  2. 1લીલું મરચું
  3. 1લાલ સૂકું મરચું વઘાર માટે
  4. 1/2ચમચી રાઈ -જીરું
  5. મીઠાં લીમડા ના પાન
  6. 2નંગ લવિંગ
  7. 1ટુકડો તજ
  8. 1નંગ તમાલપત્ર
  9. 1/2 ચમચી હળદર
  10. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  11. 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
  12. 1/4 ચમચી ગરમ મસાલો
  13. 1/4 ચમચી હિંગ
  14. 1 ચમચી તેલ વઘાર માટે
  15. 1ટુકડો આદું
  16. 1 ચમચી લીંબુનો રસ
  17. મીઠું સ્વાદનુસાર
  18. ખાંડ સ્વાદનુસાર
  19. થોડીક કોથમીર
  20. 1વાટકી તુવેરદાળ
  21. 400 મિલી પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તુવેર ની દાળ લો.

  2. 2

    તેને બરાબર ધોઈને તેમાં ટમેટું, થોડું મીઠું, હળદર તેમજ લીલા મરચા ના કટકા કરી ઉમેરો અને બરાબર બાફી લો.

  3. 3

    દાળ બરાબર બફાય ગયા બાદ તેમાં બ્લેન્ડર ફેરવી તેને એકરસ કરી લો. ત્યારબાદ તેમાં ખાંડ, ધાણાજીરું, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, આદું છીણેલું બધું ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે એક પેન માં તેલ ગરમ થવા મૂકી તેમાં રાઈ -જીરું ઉમેરો. રાઈ તતડી જાય એટલે તેમાં સૂકું લાલ મરચું, તજ લવિંગ, મીઠો લીમડો, તમાલપત્ર તેમજ હિંગ ઉમેરી વઘાર કરી લો અને તેમાં બાફેલી દાળ ઉમેરી દો. હવે તેમાં લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો. કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો. તો ત્યાર છે ખાટી મીઠી તુવેર દાળ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Vasani
Komal Vasani @komal_vasani21193
પર
Dhari(Gujarat)
I Love Cooking bcz It is a continuous learning process....
વધુ વાંચો

Similar Recipes