પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati)

Chandni Modi
Chandni Modi @cook_25002415
Vadodara
શેર કરો

ઘટકો

૪૫-૫૫ મિનિટ
  1. કોફતા બોલ્સ બનાવવા માટે
  2. ૨૫૦ ગ્રામ પનીર
  3. ૩-૪ મધ્યમ સાઈઝ ના બાફેલા બટાકા
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ચપટીમરી પાઉડર
  6. ૧ tspધાણા જીરું પાઉડર
  7. ૧/૨ tspગરમ મસાલા
  8. ૨ tbspકોર્ન ફ્લોર
  9. ૧ ઇંચઆદું છીણેલી
  10. ૨-૩ લીલા મરચાં ઝીણાં સમારેલાં
  11. કોર્ન સ્ટાર્ચ(આરા લોટ) કોટિંગ માટે
  12. તેલ કોફતા ફ્રાયકરવા માટે
  13. કાજૂ - કાંદા ની પેસ્ટ ગ્રેવી માટેે
  14. ૪-૬ કાંદા
  15. ૨-૩ લીલા મરચાં
  16. ૧/૨ કપકાજૂ
  17. ૧ કપપાણી
  18. ગ્રેવી બનાવવા માટે
  19. ૧ tbspતેલ
  20. ૧ tspઆખું જીરું
  21. ઇલાયચી
  22. ૨-૩ લવિંગ
  23. ૧ ઇંચતજ
  24. ઈંચ આદુ છીણેલું
  25. તાલપત્ર
  26. કાજૂ - કાંદા ની પેસ્ટ
  27. ૧/૨ફ્રેશ ક્રીમ
  28. ૧ tspખાંડ
  29. ૧ tbspધાણા જીરું પાઉડર
  30. ૧/૪ tspમરી પાઉડર
  31. મીઠું સ્વાદાનુસાર
  32. ૧/૨ કપદહીં
  33. ૧ tspગરમ મસાલા
  34. ૧ tspકસૂરી મેથી

રાંધવાની સૂચનાઓ

૪૫-૫૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા બાફી લેવા. બટાકા બફાઈ જાય એટલે ઠંડા કરવા. એક બાઉલ માં પનીર અને બાફેલા બટાકા છીણી એમાં મીઠું, મરી, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલા, કોર્ન ફ્લોર, આદું ની પેસ્ટ, મરચાં ઉમેરી મિક્સ કરવું.

  2. 2

    ત્યારબાદ નાના બોલ બનાવી કોર્ન સ્ટાર્ચ(આરા લોટ) માં કોટ કરી ૫ મિનીટ રેસ્ટ કરવું.

  3. 3

    એક પેન માં કોફતા ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા મૂકવું. ત્યારબાદ એક પેન માં પાણી લઈ તેમાં કાંદા, લીલા મરચાં અને કાજૂ ઉમેરી ૭-૮ મિનિટ સુધી ઉકાળી બૉઇલ કરવું.

  4. 4

    કાંદા અને કાજૂ ઉકળે ત્યાં સુધી કોફતા ફ્રાય કરી લેવા. કોટ કરેલા કોફતા ને ધીરે થી ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવું.

  5. 5

    બીજી બાજુ કાજૂ કાંદા પણ બૉઇલ થઈ જશે એને ઠંડુ કરવું. ત્યારબાદ ગ્રાઈન્ડર માં ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવવી.

  6. 6

    હવે કોફતા કરી બનાવવા માટે એક પેન માં તેલ લઇ ગરમ થાય એટલે તેમાં જીરું, લવિંગ, તજ, ઇલાયચી, તમાલપત્ર, આદું ઉમેરી ફ્લટર થાય એટલે કાજુ કાંદા ની પેસ્ટ ઉમેરી થીક થાય ત્યાં સુધી હલાવવું.

  7. 7

    ત્યારબાદ ફ્રેશ ક્રીમ ઉમેરી મિક્સ કરી ફરીથી ૨-૩ મિનિટ હલાવવું. ખાંડ, ધાણાજીરું પાઉડર, મીઠું, મરી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરવું. પછી દહીં ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવું. અને ગ્રેવી ની જોઇતી કંસિસ્ટન્સી પ્રમાણે પાણી ઉમેરવું.

  8. 8

    ત્યારબાદ ગરમ મસાલા અને કસૂરી મેથી ઉમેરી મિક્સ કરવું અને ઉકાળવું. ગેસ બંધ કરી ગરમ ગ્રેવી માં કોફતા મૂકી ઉપર ગ્રેવી ઉમેરવી.

  9. 9

    કાજૂ, દ્રાક્ષ, લીલા ધાણા થી ગાર્નિશ કરી પરાઠા, તંદૂરી રોટી, નાન, કુલચા અથવા ભાખરી, રોટલી કંઈ પણ સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chandni Modi
Chandni Modi @cook_25002415
પર
Vadodara
Cooking different dishes always makes my soul happiest ever 🥰👩‍🍳
વધુ વાંચો

Similar Recipes