મહારાષ્ટ્રીયન મસાલા ભાત (Maharastrian Masala Bhat Recipe In Gujarati)

Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
Jamnagar

#AM2
#Week2
#Mycookpadrecipe54
આ વાનગી બનાવવા ની પ્રેરણા મને અમારા જામનગર ના અને ખાસ એ પહેલા અમારી જ્ઞાતિ ના અને કુકિગ એક્સપર્ટ તરીકે જાણીતા શ્રીમતી તન્વીબેન વિરલભાઈ છાયા તરફથી મળી, એમની પોતાની યુ ટ્યુબ ચેનલ અને કૂકીંગ ક્લાસ પણ ચાલે છે, વર્ષો થી માસ્ટર શેફ જરૂર કહી શકાય એવા લેવલ પર કાર્યરત છે. આજ એમની વાનગી બનાવવાની પ્રેરણા થઈ. પ્રયત્ન છે...એમની વાનગી ને ન્યાય આપવાનો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧-૧/૨ (દોઢ) મુઠ્ઠી ભાત
  2. ૧ વાટકીસમારેલું ગાજર
  3. ૧ વાટકીસમારેલી ડુંગળી
  4. ૧ વાટકીવટાણા
  5. ૧/૨ વાટકીતાજુ ટોપરું/ સૂકું ટોપરા નું છીણ
  6. ૧ નાની વાટકીશીંગ નો ભૂકો
  7. તમાલ પત્ર
  8. ૨ નંગલવિંગ
  9. તજ
  10. ૮ -૧૦ નંગ કાજુ ના ટુકડા
  11. ૧/૨ ચમચીજીરૂ
  12. ૧/૨ ચમચીહિંગ
  13. ૧/૨ ચમચીહળદર પાઉડર
  14. ૧/૨ ચમચીમરચું પાઉડર
  15. ૨ ચમચીગરમ મસાલો
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. ૨ + ૧/૨ ગ્લાસ પાણી
  18. ૨ + ૧/૨ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભાત ને એક બાઉલ મા પાણી માં 1/2 કલાક પહેલા પલાળી દેવા

  2. 2

    ભાત ને માઈક્રો સેફ બાઉલ માં ભાત કાઢી એને ૩ મિનિટ માટે માઇક્રો કરી લેવા. એક સાથે ત્રણ મિનિટ ની બદલે થોડી થોડી વારે ચેક કરી લેવું. જો ભાત ના થાય તો બીજી 1/2મિનિટ મૂકી દેવા. અથવા વધેલા ભાત હોય એ પણ વાપરી શકાય છે.

  3. 3

    હવે માઈક્રો સેફ બાઉલ માં તેલ, તજ, લવિંગ, તમાલ પત્ર, જીરું હિંગ, હળદર, મરચું પાઉડર,મરી પાઉડર, ગરમ મસાલો, ટોપરા નું છીણ, શિંગ નો ભૂકો, અને મીઠું નાખી એને એક થી દોઢ મિનિટ માટે માઇક્રો કરવું.

  4. 4

    એ થાય પછી બધા શાક નાખી થોડું પાણી છાંટી ને ફરી બે મિનિટ માટે માઇક્રો કરી લેવું. શાક થોડું ચડી જાય એવું લાગે ત્યાં સુધી કરવું.

  5. 5

    હવે શાક થઈ ગયા પછી ભાત ને મિક્સ કરવા થોડું પાણી નાખવું, સરખું હલાવી લઈ ૫ થી ૭ મિનિટ માટે માઇક્રો કરી લેવું

  6. 6

    સાત મિનિટ પછી પણ એક વાર જોઈ લેવું જરૂર લાગે તો ફરી થોડી વાર માઇક્રો કરી લેવું.

  7. 7

    મહારાષ્ટ્રીયન મસાલા ભાત તૈયાર છે એને દહીં, કાઢી કે કોઈ પણ રસ વાળા શાક કે એમ જ એકલા પણ સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
પર
Jamnagar

Similar Recipes