શેર કરો

ઘટકો

10-15 minutes
4 સર્વિંગ્સ
  1. કઢી માટે
  2. 2 1/2 કપ છાશ
  3. 1 1/2 tbspબેસન
  4. 1/2 tbspઆદુ મરચા ની પેસ્ટ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 4-5મીઠા લીમડાનાં પાન
  7. 1/4કપ ગોળ
  8. તડકા માટે
  9. 2 tspઘી
  10. 1/2 tspજીરૂ
  11. 1/4 tspહીંગ
  12. 3-4મેથીના દાણા
  13. 10-12મીઠા લીમડાનાં પાન
  14. 2સૂકા લાલ મરચા
  15. 4-5લવીંગ

રાંધવાની સૂચનાઓ

10-15 minutes
  1. 1

    એક તપેલીમાં છાશ લો. તેમાં બેસન ઉમેરો. તેમાં આદુ મરચા ની પેસ્ટ અને મીઠું નાખો.

  2. 2

    તેણે બ્લેન્ડ કરી લમ્પ ફ્રી મિશ્રણ બનાવો.

  3. 3

    મિશ્રણને મિડિયમ તાપે ઉકાળો. તેમાં મીઠા લીમડાનાં પાન અને ગોળ નાખો. કઢીને ત્રણ ઉભરા આવે ત્યાં સુધી મિડિયમ તાપે ઉકાળો.

  4. 4

    વઘાર માટે ઘી ગરમ કરવા મૂકો. તે બરાબર ગરમ થાય એટલે તેમાં જીરૂ નાખો. જીરૂ તતડાવી તેમાં મેથી ના દાણા, હીંગ, મીઠા લીમડાનાં પાન,સૂકુ લાલ મરચું અને લવીંગ ઉમેરો. (વઘાર માટે ઘીનુ બરાબર ગરમ થવું ખૂબ જ જરુરી છે નહિ તો વઘાર કાચો રહેશે અને કઢી સ્વાદિષ્ટ નહિ લાગે.)

  5. 5

    વઘાર કઢી મા નાખો અને બરાબર હલાવો. કઢીને હજુ એક-બે મિનિટ ઉકાડો.

  6. 6

    ખાટી મીઠી સ્વાદ ભરી ગુજરાતી કઢી છે. તેણે કુલડમાં સર્વ કરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta D Panchal
પર

ટિપ્પણીઓ

Similar Recipes