ટોમેટો પુલાવ જૈન(Tomato Pulao Jain Recipe In Gujarati)

Mamta D Panchal
Mamta D Panchal @mamzz

#AM2
નવરાત્રી ના શુભ દિવસોમાં ઘણા ખરા લોકો ડુંગળી લસણ નથી ખાતા. તો તેમની સ્પેશિયલ ટોમેટો પુલાવ.. જેને જૈન પુલાવ પણ કહી શકાય.

ટોમેટો પુલાવ જૈન(Tomato Pulao Jain Recipe In Gujarati)

#AM2
નવરાત્રી ના શુભ દિવસોમાં ઘણા ખરા લોકો ડુંગળી લસણ નથી ખાતા. તો તેમની સ્પેશિયલ ટોમેટો પુલાવ.. જેને જૈન પુલાવ પણ કહી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
4 સર્વિંગ્સ
  1. ચોખા પલાડવા માટે
  2. 1+ 1/2 કપ બાસમતી ચોખા
  3. 1 tspલીંબુ નો રસ
  4. 1 કપપાણી
  5. પુલાવ માટે
  6. 2+ 1/2 કપ પાણી
  7. 3 tspતેલ
  8. 1મોટુ ટામેટુ
  9. 1નાનુ લાલ સિમલા મરચું
  10. 6-7મીઠા લીમડાનાં પાન
  11. 1 tspજીરૂ
  12. 1 tspલીલાં મરચાં અને આદુ ની પેસ્ટ
  13. 1 tspલીંબુ નો રસ
  14. 1 tspખાંડ
  15. 3/4 tspહળદર
  16. 1 tspલાલ મરચું
  17. 1/2 tspધાણાજીરુ પાઉડર
  18. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    બાસમતી ચોખા લઈ તેને બે ત્રણ પાણી વળે વ્યવસ્થિત ધોવો. તેમાં પાણી અને લીંબુ નો રસ નાખી એક કલાક સુધી પલડવા દો.

  2. 2

    એક પહોળા વાસણમાં પાણી લો. તેને હાઈ ફ્લેમ પર ગરમ કરો અને તેમાં મીઠું ઉમેરો. પાણી એકદમ ખડખડતું ઉકળે એટલે તેમાં ચોખા નાંખવા. ગેસ હાઇ પર જ રાખવો.

  3. 3

    ચોખા ચડી જાય એટલે તેને ચારણી મા કાઢી લો અને વધારાનું પાણી નીકળી જવા દો.

  4. 4

    એક કડાઇમાં તેલ લઈ તેને ધીમે તાપે ગરમ કરવા ગેસ પર મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂ નાખો.

  5. 5

    જીરૂ તતડે એટલે તેમાં આદુ મરચા ની પેસ્ટ હલાવો અને તેને 10 સેકન્ડસ્ સુધી સાંતળો. તેમા ટામેટાં, મીઠો લીમડાનાં પાન અને સિમલા મરચું નાખી મિક્સ કરો.

  6. 6

    અધકચરા વાટેલા શીંગદાણા, મીઠું, હળદર ઉમેરી મિક્સ કરો.

  7. 7

    હળદર, લાલ મરચું અને ધાણા જીરું નાખી મિક્સ કરો અને 4-5 મિનિટ સુધી ચડવા દો.

  8. 8

    તેમાં રાઈસ ઉમેરો અને એકદમ હળવા હાથે મીક્સ કરી 6-7 મિનિટ સુધી ચડવા દો.

  9. 9

    પુલાવ માં લીંબુ નો રસ અને ખાંડ ઉમેરી એક છેલ્લુ મિક્સ આપી દો અને ટેસ્ટી પુલાવ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta D Panchal
પર

ટિપ્પણીઓ

Similar Recipes