જૈન ક્રિમી ટોમેટો સૂપ (Jain Crimy Tomato Soup Recipe In Gujarati)

Ruchi Kothari
Ruchi Kothari @cook_26177916

#GA4
#Week7

અમે પ્યોર જૈન હોવાથી ડુંગળી તેમજ લસણ યુઝ કરતા નથી.....

તેથી અમે દૂધી નો ઉપયોગ કરીએ છીએ. તેનાથી પણ સૂપ એકદમ ટેસ્ટી એન્ડ યમ્મી લાગે છે.

જૈન ક્રિમી ટોમેટો સૂપ (Jain Crimy Tomato Soup Recipe In Gujarati)

#GA4
#Week7

અમે પ્યોર જૈન હોવાથી ડુંગળી તેમજ લસણ યુઝ કરતા નથી.....

તેથી અમે દૂધી નો ઉપયોગ કરીએ છીએ. તેનાથી પણ સૂપ એકદમ ટેસ્ટી એન્ડ યમ્મી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 400 ગ્રામટામેટા
  2. 100 ગ્રામદૂધી
  3. 1/2 ચમચી તજ
  4. 5 નંગલવિંગ
  5. 2 નંગઈલાયચી
  6. ચપટીમરી નો ભૂકો
  7. 2 સ્પૂનખાંડ
  8. 1 સ્પૂનલાલ મસાલો
  9. સ્વાદાનુસાર મીઠું
  10. 1/3 કપ ક્રીમ અથવા દૂધ ની મલાઈ
  11. જરૂર મુજબપાણી
  12. વઘાર માટે :
  13. 2 સ્પૂનબટર
  14. ચપટીઆખુ જીરું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટા સમારો. પછી દૂધી ની છાલ કાઢી તેને પણ સમારો.

  2. 2

    હવે તેમાં તજ, લવિંગ, ઈલાયચી, મરી નો ભૂકો, મીઠું અને ખાંડ નાખી સરખું મિક્સ કરી કૂકર માં બાફવા મૂકો.

  3. 3

    કૂકર માં 2 થી 3 સિટી વગાડવી.

  4. 4

    હવે કૂકર ઠંડુ થયા પછી તેને ખોલી મિક્સચર માં ક્રશ કરવું.

  5. 5

    ત્યારબાદ ક્રશ કરેલ સૂપ ને ગરણી થી ગાળી લેવું

  6. 6

    હવે 1 વાસણ માં બટર થોડું ગરમ કરી તેમાં આખુ જીરું નાખી સૂપ માં વઘાર કરવો.

  7. 7

    ત્યારબાદ તેમાં ક્રીમ અથવા દૂધ ની મલાઈ તથા લાલ મસાલો નાખી ને 5 થી 10 મિનિટ ઉકાળો.

  8. 8

    તો તૈયાર છે જૈન ક્રિમી ટોમેટો સૂપ.

  9. 9

    તેને 1 બૉઉલ માં સર્વ કરી કોથમીર અને ક્રીમ થી ગાર્નીસ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchi Kothari
Ruchi Kothari @cook_26177916
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes