ભરેલા ગુંદા નો સંભારો (Bharela Gunda Sambharo Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

#AM3
ઉનાળા નું આગમન થતા જ ગુંદા ની રાહ જોતા હોઈએ છીએ આપણે સૌ.. અથાણું તો બનાવતા જ હોઈએ પણ એનું શાક બનાવવા ની મજા જ કૈક અલગ છે.રવિવાર ના આવા અલગ શાક પરિવારજનો ને પ્રેમ થી ખવડાવીએ.. ચાલો તો શીખીએ..

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

40 મિનિટ
5 થી 6 લોકો
  1. 250 ગ્રામગુંદા
  2. 2 tbspહળદર
  3. 2 tbspમીઠું
  4. ગુંદા માં ભરવા માટે લોટ :
  5. 1 કપબેસન
  6. 1/2 કપબારીક સમરેલો ગોળ
  7. 3 tbspતેલ
  8. સ્વાદ અનુસારમીઠું
  9. 1 tbspહળદર
  10. 2 tbspલાલ મરચું
  11. 2 tbspધાણાજીરું
  12. 1 tspહિંગ
  13. 1 tspઅજમો
  14. 1/4 tspમરી નો ભૂકો
  15. 1લીંબુ નો રસ
  16. મીઠું જરૂર મુજબ
  17. શાક ના વઘાર માટે :
  18. 2 tbspતેલ
  19. 1 tspરાઈ
  20. 2 tspજીરું
  21. 1લાલ મરચું
  22. 1 tspહિંગ
  23. 3મીઠાં લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગુંદા ને સહેજ દસ્તા વડે તોડી તેમાં થી ચિકાસ કાઢવા એક વાટકી માં હળદર મીઠું મિક્સર કરશું અને તેમાં ચપ્પુ બોળી ગુંદા માંથી ચપ્પુ વડે બધી જ ચિકાસ અને ઠળિયો કઢી લેશું.

  2. 2

    બેસન ને 1tsp તેલ માં ધીમા તાપે શેકી લેશું.ગેસ બઁધ કરી લોટ થોડો ઠરે ત્યારબાદ તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, અજમો, ગોળ, તેલ, લીંબુ નો રસ, મરી નો ભૂકો બધું નાખી હાથ વડે એકદમ સરસ મિક્સ કરી લઇ તેને ગુંદા માં ભરશું.બાકી નો લોટ સાઇડ પર મૂકી દેશું.. હવે ભરેલા ગુંદા ને વરાળે બાફી લેશું.

  3. 3

    પછી એક કડાઈ માં તેલ લઇ તેમાં વઘાર ની બધી જ સામગ્રી લેશું. વઘાર થઇ જાય એટલે ભરેલા, બાફેલા ગુંદા ઉમેરી થોડી વાર સાંતળશું. ત્યારબાદ તેમાં જે મસાલા વાળો લોટ સાઈડ પર રાખેલો તે નાખી બધું સરસ મિક્સ કરશું. થોડીવાર ચડવા દેશું.બસ પછી આપના ગુંદા ભરેલા નો સંભારો તૈયાર છે. તેને કદી, રોટલી, ભાત જોડે આપના ભાણા માં પીરસો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (6)

દ્વારા લખાયેલ

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes