લેચી રોટલી (Lechi Rotli Recipe In Gujarati)

Jignasa Avnish Vora
Jignasa Avnish Vora @jigz_24
રાજકોટ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 લોકો
  1. 1 કપઘઉંનો લોટ
  2. 1/2 ચમચીતેલ (મોંણ માટે)
  3. 1 ચમચી(તેલ ચોપડવા માટે)
  4. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    ઘઉં નો લોટ્,પાણી,મોંણ નું તેલ લઈ નરમ લોટ બાંધો.હું લોટ ફૂડ પ્રોસેસર માં બાંધું છું ખૂબ સરસ બંધાય છે. લોટને રેસ્ટ આપવા ની જરુર પડ્તી નથી.રોટલી ખૂબ સોફ્ટ બને છે.

  2. 2

    માપ ના બે ઍક સરખા લુઆ લઈ બે નાની પૂરી જેવી રોટલી વણો

  3. 3

    બંને રોટલી પર તેલ લગાવી અટામણ લગાવી બંને ને ચોડી દયો. ફરી અટામણ લગાવી મોંટી ને પાતળી રોટલી વણો

  4. 4

    ગરમ લોઢી પર બંને બાજુ સારી રીતે શેકી લો

  5. 5

    સારી રીતે શકાય એટ્લે લોઢી પરથી ઉતારી બે હાથની મદદ થી રોટલી ને છુટી પાડો.બે રોટલી સરસ છૂટી પડી જશે

  6. 6

    બધી રોટલી આમ બની જાય્ એટલે ઘી લગાવી સર્વ કરો.આ રોટલી કેરી નાં રસ જોડે ખાવાની મજા પડે છે.ઘણા લોકો આ રોટલી ને સ્વામી રોટ્લી કે બે પડી રોટલી પણ કહે છે.નાગર જ્ઞાતી મા આ રોટલી ને લેચી રોટલી કહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jignasa Avnish Vora
પર
રાજકોટ

Similar Recipes