બે પડી રોટલી (Be Padi Rotli Recipe In Gujarati)

Megha Shah
Megha Shah @cook_27709881
શેર કરો

ઘટકો

અડધો કલાક
ત્રણ વ્યક્તિ
  1. ૨ કપઘઉંનો લોટ
  2. સ્વાદ અનુસારમીઠું
  3. તેલ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ એક થાળીમાં ઘઉંનો લોટ લો અને તેમાં જરૂર મુજબ મીઠું અને તેલ ઉમેરો.

  2. 2

    ત્યાર પછી લોટને બરાબર મસળો, અને તેમાં પાણી ઉમેરીને રોટલીનો લોટ બાંધો.

  3. 3

    ત્યાર પછી થોડીવાર પલળવા દો. અને તેના બે પડ બનાવવા માટેના લૂઆ કરો. બીજી બાજુ એક વાટકીમાં તેલ લો થોડું..

  4. 4

    ત્યાર પછી બે લુવા લઈને નાની નાનીસાઈઝ પૂરી બનાવો, તેના ઉપર તેલ લગાવો, તેના ઉપર લોટ લગાવીને બે પડ ભેગા કરો, અને સરસ મજાની રોટલી વણો.

  5. 5

    ત્યાર પછી ગેસ લોઢી ગરમ થાય એટલે રોટલી મૂકો અને આગળ પાછળ કમ્પલેટ થવા દો. તૈયાર છે આપણે બે પડવાળી ગરમાગરમ રોટલી જે અત્યારે ઉનાળાની સિઝનમાં રસ સાથે માણી શકાય છે.. અને ખાવામાં પણ હેલ્ધી છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Megha Shah
Megha Shah @cook_27709881
પર

Similar Recipes