આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

Hetal Manani
Hetal Manani @Nishtha
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૬-૭બાફેલા બટાકા
  2. ૧ ચમચીલીંબુ નો રસ
  3. ૨ ચમચીકોથમીર
  4. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  5. ૧/૨ ચમચીગરમ મસાલો
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. પાણી જરૂર મુજબ
  8. ૧/૪કાળા મરી નો પાઉડર
  9. ૫-૬કરી પત્તા
  10. ૧/૨ ચમચીરાઈ જીરું
  11. ૧/૪ ચમચીહિંગ
  12. ૧ ચમચીસાકર
  13. ૨-૩ ચમચીતેલ વઘાર માટે
  14. પરોઠા માટે નો લોટ
  15. ૨ કપઘઉં નો લોટ
  16. ૨ ચમચીતેલ નું મોઈન
  17. મીઠું સ્વાદ મુજબ
  18. પાણી લોટ બાંધવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પેલા એક ત્રાસ માં પરાઠા નાં લોટ ની વસ્તુ બધી ઉપર પ્રમાણે લઈ ને લોટ બાંધી લો.લોટ પરોઠા જેવો જ બાંધવો.થોડી વાર ઢાંકીને રાખો પછી તેલ ૧ ચમચી જેટલું નાખીને લોટ ને મસળી લો.

  2. 2

    એક ઊંડા વાસણ માં બાફેલા બટાકા ને મેશર થી મેષ કરી લેવા.તેમાં મીઠું,સાકર,લીંબુ નો રસ,કાળા મરી નો પાઉડર,કોથમીર,આદુ મરચા ની પેસ્ટ અને ગરમ મસાલો એડ કરવો.બધું હાથ ની મદદ થી મિક્સ કરી લેવું.મસાલો તૈયાર છે તેના ઉપર વઘાર ઉમેરવાનો છે.વઘાર ની રીત નીચે છે.

  3. 3

    એક પાવડા માં તેલ લો.તેમાં રાઈ જીરું હિંગ અને કરી પત્તા એડ કરવા.આ વઘાર ડાયરેક્ટ બટાકા નાં સ્ટફિંગ માં એડ કરસુ.અને હવે સ્ટફિંગ રેડી છે.મિક્સ કરી લો.

  4. 4

    લોટ ના ગોઈના કરી લેવા.એક લુવો લો તેમાં સ્ટફિંગ ભરીને લોઢી ઉપર ઘી મૂકીને સેકી લેવા.

  5. 5

    ગરમ આલુ પરોઠા સર્વ કરો.

  6. 6

    મારી ઘરે આમજ હું બનાવુ છું અને બધા ને બહુ જ ભાવે છે
    તમને ગમે તો જણાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Manani
Hetal Manani @Nishtha
પર
I love to cook.I like new and innovative dish.I put effort to look my dish in restaurants style.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes