ટમેટાની ચટણી (Tomato Chutney Recipe in Gujarati)

Neha Chokshi Soni
Neha Chokshi Soni @cook_29283028

#MA
ટમેટાની ચટણી એક એવી રેસિપી છે જે સરળતાથી બની જાય છે. આ વાનગી મારા મમ્મીએ મને શીખવાડી છે. મારા મમ્મી મારા માટે એક પ્રેરણારૂપી છે જેનાથી મને ઘણી બધી અલગ-અલગ વાનગીઓ શીખવા મળે છે. માં ના હાથ ની મીઠાશ એ જ માં નો સાચો પ્રેમ દર્શાવે છે.

ટમેટાની ચટણી (Tomato Chutney Recipe in Gujarati)

#MA
ટમેટાની ચટણી એક એવી રેસિપી છે જે સરળતાથી બની જાય છે. આ વાનગી મારા મમ્મીએ મને શીખવાડી છે. મારા મમ્મી મારા માટે એક પ્રેરણારૂપી છે જેનાથી મને ઘણી બધી અલગ-અલગ વાનગીઓ શીખવા મળે છે. માં ના હાથ ની મીઠાશ એ જ માં નો સાચો પ્રેમ દર્શાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક ૩૦ મિનિટ
  1. કીલો ટામેટાં
  2. 1 કપ૧૨-૧૫ કળી લસણ
  3. 1 ચમચીસુકા મરચાં
  4. ૧ ચમચી1/2 કપ આમલીનો પલ્પ
  5. 2 ચમચીલીમડો
  6. ૧ ચમચીતેલ
  7. 2 ચમચીરાઇ
  8. 2 ચમચીજીરુ
  9. ૧ ચમચીહીંગ
  10. 1/2 ચમચીમીઠું
  11. મરચું
  12. હળદર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ટામેટાં, લસણ અને આંબલી પીસી લેવું.

  2. 2

    હવે એક પેનમાં સરખું તેલ મૂકી તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરવો. ત્યાર પછી તેમાં ૬-૭ કતરણ કરેલું લસણ અને લીમડો નાખવો. બે મિનીટ પછી સૂકા લાલ મરચાં નાખવાં અને ધ્યાન રાખવું કે તે બળી ના જાય.

  3. 3

    વઘાર કર્યા પછી ટામેટાં, લસણ અને આંબલી પીસીને એની પેસ્ટ વઘારમાં નાખવી અને ત્યાર પછી તેમાં જરૂર મુજબ મીઠું હળદર અને મરચું નાખવું.

  4. 4

    ધીરે ધીરે ટમેટાની ચટણી નો કલર બદલાશે અને એને તેલ છૂટે ત્યાર સુધી કુક થવા દેવું. લગભગ એક થી દોઢ કલાક ધીમા તાપે ઉકાળવું.

  5. 5

    ટમેટાની ચટણી ને સતત ઉકાળવું અને થોડી થોડી વારે હલાવતા રહેવું જેથી ચટણી ચોંટી ના જાય. આ કરવાથી ચટણી ઉકડીને 1/2થઇ જાશે અને એનો સ્વાદ ખુબ જ સરસ લાગશે.

  6. 6

    તો તૈયાર છે લાજવાબ ટમેટાની ચટણી જેને તમે થેપલા, પરોઠા, રોટલી વઘારેલા ભાત અને બ્રેડ સાથે પણ ખાઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Chokshi Soni
Neha Chokshi Soni @cook_29283028
પર

Similar Recipes