રેડ ચટણી (South Indian Red Chutney Recipe In Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

#સાઈડ
આપણે જ્યારે પણ બહાર જમવા જઈએ ત્યારે ગુજરાતી ડિશ હોય કે સાઉથ ઈન્ડિયન ડિશ પણ સાથે સાઈડ આઈટમ તો ઘણી બધી હોય. સાઉથ ઈન્ડિયન જમવા જઈએ તો એની સાથે ઘણી બધી અલગ અલગ ચટણી સવૅ કરવામાં આવે છે તો એમાંથી જ એક ચટણી જેને કારા ચટણી કે રેડ ચટણી ની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું.

રેડ ચટણી (South Indian Red Chutney Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સાઈડ
આપણે જ્યારે પણ બહાર જમવા જઈએ ત્યારે ગુજરાતી ડિશ હોય કે સાઉથ ઈન્ડિયન ડિશ પણ સાથે સાઈડ આઈટમ તો ઘણી બધી હોય. સાઉથ ઈન્ડિયન જમવા જઈએ તો એની સાથે ઘણી બધી અલગ અલગ ચટણી સવૅ કરવામાં આવે છે તો એમાંથી જ એક ચટણી જેને કારા ચટણી કે રેડ ચટણી ની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
  1. 2 નંગમોટા ટામેટાં
  2. 1/2 નંગડુંગળી
  3. 5-6 નંગલસણ
  4. 1 નંગ નાનો કટકો આદું
  5. 2 નંગસુકા લાલ મરચા
  6. 1 ચમચીચણા દાળ
  7. 1 ચમચીઅળદ દાળ
  8. 1 નંગ નાનો કટકો આંબલી
  9. 2 ચમચીકોપરાનું ખમણ (ઓપશન્લ)
  10. 1/2 ચમચી હળદર
  11. 1 ચમચીધાણાજીરું
  12. 1 ચમચીકાશ્મીર મરચુ
  13. 2 ચમચીતેલ
  14. 1 ચમચીરાઈ
  15. 4 નંગમીઠો લીમડો
  16. સ્વાદ પ્રમાણેમીઠું
  17. જરૂર પ્રમાણેપાણી

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    પહેલા તો એક પેનમાં તેલ લઈ તેમાં ચણા અને અળદ દાળને સાતડી લો. હવે તેમા રફલી કટ કરેલ ડુંગળી એડ કરો. પછી આખા મરચા અને લસણ પણ એડ કરો.

  2. 2

    લસણ ડુંગળી થોડુ સતડાઈ પછી તેમાં મોટા કટ કરેલા ટામેટાં પણ એડ કરો. ટામેટાં થોડા સોફ્ટ થાય એટલે તેમાં કોપરાનું છીણ અને મસાલા નાખીને ગેસ ઓફ કરો.

  3. 3

    મીકક્ષર ઠંડુ પડે પછી તને મીકસર જાળમાં પીસી લો અને જોઇએ એટલી જાડી - પતલી રાખી શકો. એક બાઉલ માં કાઢી લો પછી રાઈ અને લીમડાનો વઘાર રેડી સવૅ કરો.

  4. 4

    તો રેડી છે આપણી કારા ચટણી તેને ઢોસા, ઈડલી કે ઉત્પ્પમ કોઈની પણ સાથે સાથે સવૅ કરો તો ખૂબ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes