બેસન ગટ્ટા નું શાક (Besan Gatta Shak Recipe In Gujarati)

Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
Ahmedabad

મારવાડી ને બેસન ગટ્ટા નું શાક મળી જાય એટલે જાણે સ્વર્ગ મળી ગયું.આ શાક લગ્ન પ્રસંગે બહુ જ બને

બેસન ગટ્ટા નું શાક (Besan Gatta Shak Recipe In Gujarati)

મારવાડી ને બેસન ગટ્ટા નું શાક મળી જાય એટલે જાણે સ્વર્ગ મળી ગયું.આ શાક લગ્ન પ્રસંગે બહુ જ બને

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો માટે
  1. ૩ ચમચા ચણા નો લોટ
  2. ૧ વાડકીદહીં
  3. ૧ ચમચીઅજમો
  4. ૧ ચમચીહળદર પાઉડર
  5. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧ ચમચો તેલ મોણ માટે
  8. ૧/૨ ચમચીસોડા
  9. વઘાર માટે
  10. ૧ વાડકીદહીં
  11. ડાળી મીઠો લીમડો
  12. ૧ ચમચીજીરૂ
  13. ૧ ચમચીહળદર પાઉડર
  14. ૩ ચમચીલાલ મરચું પાઉડર
  15. મીઠું સ્વાદાનુસાર
  16. ૧ ચમચીરાઈ
  17. ૧ ચમચીહિંગ
  18. કળી લસણ
  19. નાનો કટકો આદું

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પહેલા એક વાસણ માં ચણા નો લોટ લઈ ને તેમાં તેલ,અજમો,સોડા,મીઠું, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર,દહીં, લઈને તેમાં મિક્સ કરીને લોટ બાંધવો અને તેને હાથ માં લઇ ને વેલા બનાવવા

  2. 2

    હવે એક પેન માં પાણી ઉકળે એટલે બધા વેલા બની જાય એટલે ગરમ પાણી માં ૨૦ મિનીટ સુધી પકાવો પાણી માં ૨ ચમચી તેલ નાખવું જેથી વેલા ચોંટે નહીં

  3. 3

    હવે વેલા ચડી જાય એટલે તેને એક વાસણ માં લઇ ને ઠંડા કરો અને તેના નાના કટકા કરો

  4. 4

    હવે એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો લસણ, આદુ ની કતરણ નાખીને વઘાર કરો વગાર માં દહીં વલોવીને નાખવું અને બધો મસાલો નાખી ને૫ મિનિટ સુધીઉકાળવું

  5. 5

    હવે બધો મસાલો ઉકલી જાય એટલે તેમાં કટકા કરેલા વેલા નાખવા અને ૧૦ મિનિટ સુધી ચડવા દો

  6. 6

    તૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત મજાના રાજસ્થાનીબેસન ગટ્ટા નું શાક બનાવી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
પર
Ahmedabad

Similar Recipes