મગ -મેથી નુ અથાણુ (Mag Methi Pickle Recipe in Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
શેર કરો

ઘટકો

સ્ટોર કરી શકાય
  1. 100 ગ્રામસુકી મેથી દાણા
  2. 50 ગ્રામઆખા મગ
  3. 200 ગ્રામકાચી કેરી ના નાના નાના ટુકડા
  4. 200 ગ્રામઅથાણા ના તૈયાર મસાલા
  5. 2 ચમચીકાકમીરી લાલ મરચુ પાઉડર
  6. 2 ચમચીરાઈ ના કુરિયા
  7. 2 ચમચીઅધકચરી વરિયાળી
  8. મીઠુ સ્વાદ અને જરુરત મુજબ
  9. 1 વાટકીતેલ વઘાર માટે(સરસો ના તેલ)
  10. સરસો ના તેલ.અથાણા ને ડુબાડુબ રાખવા માટે
  11. 1 ચમચીહીન્ગ
  12. 1 ચમચીવિનેગર
  13. 1 ચમચીહળદરપાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પૂર્વ તૈયારી મા..મેથી અને મગ ને અલગ અલગ વાસણ મા 7,8 કલાક પલાળી દેવાના.પછી પાણી નિથારી ને કપડા પર કોરુ કરી લેવાના લગભગ 3,4કલાક પંખા નીચે સુકાવાના.કાચી કેરી ને ધોઈ લુછી ને નાના નાના પીસ કાપી લેવાના

  2. 2

    હવે એક મોટા વાસણ મા પલાળેલા મગ,મેથી,કેરી ના પીસ મીકસ કરી લેવાના,રાઇ ના કુરિયા,અધકચરી વરિયાળી,હળદરપાઉડર જરુરત પ્રમાણે મીઠું એડ કરી લેવાના

  3. 3

    એક વઘારિયા મા તેલ ગરમ કરી ને હીન્ગ નાવઘાર કરી ને ગરમ તેલ મિશ્રણ મા રેડી ને ઢાકંણ બંદ કરી દેવાના જેથી મગ,મેથી ની ભીનાશ અને કાચુ પન ના લાગે અને હીન્ગ.ના ફલેવર પણ આવી જાય

  4. 4

    5મીનીટ પછી વધુ હલાવી ને બરોબર મિક્સ કરી ને લાલ મરચુ પાઉડર અને અથાણા ના તૈયાર મસાલા એડ કરી હલાવી ને ઢાકી 7,8કલાક રેહવા દેવાના. પછી બર્ની મા ભરી ને ગરમ કરી ને ઠંડુ કરેલુ સરસો ના તેલ નાખી ને એક ચમચી વિનેગર નાખી દો ધ્યાન રહે બર્ની મા અથાણા તેલ મા ડુબાડુબ રેહવા જોઈયે. બસ વર્ષ માટે સ્ટોર કરી લો..સરસ મસાલેદાર સ્વાદિષ્ટ "મગમેથી ના અથાણા"ખાવા માટે તૈયાર છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes