મેથી ચણા અને કેરીનું અથાણું (Methi Chana Keri Athanu Recipe in Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 દિવસ
  1. 1કિ.ગ્રા કાચી કેરી
  2. 250 ગ્રામમેથી
  3. 100 ગ્રામચણા
  4. 3+2 ચમચી મીઠું
  5. 2 ચમચીહળદર
  6. 3 વાટકીઆચાર મસાલો
  7. 5 વાટકીતેલ

રાંધવાની સૂચનાઓ

2 દિવસ
  1. 1

    કાચી કેરી ને ધોઇને તેની છાલ કાઢી લો. પછી તેના ટૂકડા કરી લો.

  2. 2

    હવે કેરી પર 3 ચમચી મીઠું અને હળદર નાખી મિક્સ કરી લો અને આખી રાત માટે ઢાંકીને રાખી દો.

  3. 3

    મેથી અને ચણાને 2-3 વાર પાણી વડે સાફ કરી આખી રાત માટે પલાળી દો.

  4. 4

    હવે, સવારે કેરીના ટૂકડાં ને ચાળણીમાં કાઢી 1 કલાક રહેવા દો. જેથી બધું પાણી નિકળી જાય. પછી 7-8 કલાક માટે સૂકાવી દો.

  5. 5

    હવે કેરી માંથી જે પાણી વધ્યું હોય તેમાં જ મેથી અને ચણા માં 2 ચમચી મીઠું નાખી 4-5 કલાક માટે રાખી દો. પછી તેને પણ કોટન ના કપડા પર લઇ 4-5 કલાક સૂકાવી દો.

  6. 6

    હવે તેને એક મોટા વાસણમાં લઇ લો તેમાં કેરીના ટૂકડા, ચણા, મેથી અને આચાર મસાલો નાખી મિક્સ કરી લો અને 1 રાત રહેવા દો.

  7. 7

    તેલને ગરમ કરી લો પછી ઠંડું કરવા મૂકી દો. ત્યાર બાદ મેથી, ચણા, કેરી વાળા વાસણમાં નાખી મિક્સ કરી લો.

  8. 8

    તો તૈયાર છે મેથી, ચણા અને કેરીનું અથાણું. કાચની બરણીમાં ભરી 1 વષૅ માટે સ્ટોર કરી શકાય છે. તેને ભાખરી, થેપલા કે પરાઠા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes