મગ ની દાળ નો શીરો(Moong Dal Sheera Recipe In Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#Ma

'મા' નામ સાંભળતા જ હૈયું ભરાઈ આવે.કેમકે 'માં' જેવું તો કોઈ જ ન થાય. માની વાત કરીએ તો 'માં' એટલે મમતાની મૂર્તિ, 'માં'એટલે પ્રેમનો સાગર અને 'માં' એટલે નિ:સ્વાર્થ ભરી મમતા નો વહેણ..
મા પાસેથી શીખેલી વાનગી ની વાત કરીએ તો અઢળક છે પણ તેમાંથી મારી મમ્મીને ભાવતી વાનગી જે હું તેના પાસેથી શીખી છું તે છે મગની દાળનો શીરો. તેના જેટલો સરસ તો ના બને. કેમ કે 'માં' ના હાથની વાત જ કંઈક અલગ છે.

પ્રોટીનયુક્ત અને હેલ્ધી મગની દાળનો શીરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. ૧ વાટકીમગ ની દાળ
  2. ૨ ચમચીચણાનો લોટ
  3. ૧‌ વાટકી ખાંડ
  4. ૧ વાટકી‌ઘી
  5. ૨૫૦ મી. લી .દૂધ
  6. ઇલાયચી (વાટેલી)

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    મગની દાળને સારી રીતે ધોઈ કોટનના રૂમાલમાં 1/2 કલાક માટે સુકાવા દો.

  2. 2

    દાળ એકદમ કોરી થઈ જાય પછી તેને પેનમાં medium flame પર ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકી લો. શેકેલીદાળ ઠંડી પડે એટલે મિક્સરમાં લઈ તેને કરકરી પીસી લો.

  3. 3

    હવે એક પેનમાં ઘી ગરમ થાય એટલે પીસેલી મગદાળ અને બે ચમચી ચણાનોલોટ એડ કરી ધીમા તાપે શેકો. પાંચ મિનિટ પછી તેમાં દૂધ એડ કરો. શીરા માં દૂધ સોસાઈ જાય પછી તેમાં ખાંડ મિક્સ કરી બરાબર ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવો.

  4. 4

    હવે ઉપરથી બેથી ત્રણ ચમચી ઘી એડ કરી મિક્સ કરો. વાટેલી ઇલાયચી અને ડ્રાયફ્રુટ એડ કરી મિક્સ કરો. થોડા ડ્રાય ફ્રુટ ગાર્નિશ કરી સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes