મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

#CB6
#week6
આ શિરો જોતાજ મોંમાં પાણી આવી જાય એવો બને છે.અને હેલ્થ માટે પણ ઉત્તમ છે.

મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)

#CB6
#week6
આ શિરો જોતાજ મોંમાં પાણી આવી જાય એવો બને છે.અને હેલ્થ માટે પણ ઉત્તમ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 વાટકીમગ ની ફોતરા વગર ની દાળ
  2. 1/2 વાટકીચોખૂ ઘી
  3. 1 વાટકીખાંડ
  4. કીસમીસ જરૂર મુજબ
  5. 2 વાટકીદૂધ
  6. 1 ટી સ્પૂનઇલાયચી પાઉડર
  7. ડ્રાય ફ્રુટસ જરૂર મુજબ
  8. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દાળ ને ધોઈ ને પાંચ છ કલાક પલાળી દો.ત્યાર બાદ મિક્સર માં દળી લો.ગેસ પર ઘી મૂકી મિશ્રણ ને ઉમેરો અને બરાબર શેકો.

  2. 2

    બરાબર શેકાય જાય એટલે દૂધ ઉમેરી ફરી મિક્સ કરો...જ્યાંસુધી દૂધ બળી ન જાય અને મિશ્રણ ધટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો.

  3. 3

    હવે ધટ્ટ થયેલા મિશ્રણ માં ખાંડ ઉમેરી હલાવો.બધું એકરસ થઈ જાય એટલે ઇલાયચી પાઉડર અને ડ્રાય ફ્રુટસ નાં ટુકડા તથા કીસમીસ ઉમેરી ઘી છૂટું પડે એટલે ઉતારી લો

  4. 4

    બાઉલ માં કાઢી ઉપર ડ્રાય ફ્રુટસ થી ગાર્નિશ કરી સર્વ કરો

  5. 5

    આ શિરો સ્વાદ માં ખુબ સરસ લાગે છે.ગરમ ગરમ તેમજ ઠંડો પણ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

Similar Recipes