મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)

#DTR
દિવાળી માં આ વખતે પડતર દિવસે ખગ્રાસ સૂર્ય ગ્રહણ હતું જેથી અમારા ઘર માં દિવાળી ની મીઠાઈઓ કે નાસ્તા નોહતા બનાવેલા જેથી બનાવી ને તરત ખવાઈ જાય એવું બાણાવલેઉ જેમ કે લાપસી, રબડી અને મગ ની દાળ નો શિરો. મારા પતિ ને આ શિરો ખુબ ભાવે. જેથી એક ખાસ દિવસે મેં એમના માટે બનાવેલો.
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#DTR
દિવાળી માં આ વખતે પડતર દિવસે ખગ્રાસ સૂર્ય ગ્રહણ હતું જેથી અમારા ઘર માં દિવાળી ની મીઠાઈઓ કે નાસ્તા નોહતા બનાવેલા જેથી બનાવી ને તરત ખવાઈ જાય એવું બાણાવલેઉ જેમ કે લાપસી, રબડી અને મગ ની દાળ નો શિરો. મારા પતિ ને આ શિરો ખુબ ભાવે. જેથી એક ખાસ દિવસે મેં એમના માટે બનાવેલો.
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની દાળ નો શિરો બે રીતે બનતો હોય છે. સામાન્ય રીતે મગ ની દાળ ને પલાળી ને એની પેસ્ટ કરી ને એને બનાવતા હોય છે. પણ અમે અલગ રીત થી બનાવ્યે છીએ. અમે મગ ની દાળ ને મિક્સર માં જીણી પીસી લઇ ને એમાં જરૂર મુજબ દૂધ અને ઘી નાખી એનો ધાબો દઈએ એને ચારણી વડે ચાળી લઇ ને બનાવ્યે છીએ. કેમકે પલાળી રાખી ને કરવાથી એમાં રહેલું પાણી ને બળતા વાર લાગે છે અને ગેસ નો વ્યય વધુ થાય છે. મગ દાળ ને પીસી ને એક મોટા વાસણ માં એમાં ધાબો આપી મસળી ને એને ચાળી લેવું.
- 2
હવે એક પેન માં ઘી ગરમ મૂકી એમાં આ મિશ્રણ ઉમેરી ને એને શેકી લેવું. જરૂર લાગે કે પેન માં મગ ની દાળ ફરતી નથી તો ઘી ઉમેરતા જવું. સતત હલાવતા રેહવું જેથી એ પેન માં નીચે બેસે નહિ અને ફોરો થાય
- 3
હવે ગોલ્ડન બ્રાઉન રંગ નો થાય એટલે એમાં ખાંડ ઉમેરી ને દૂધ નાંખી હલાવતા રેહવું. મલાઈ ઉમેરી ને જાયફળ ઇલાયચી નો પાઉડર ઉમેરવો અને હલાવી કિસમિસ નાખી ને બરાબર મિક્સ કરી લેવો શીરા ને. બાઉલ માં કાઢી એના પાર બદામ કાજુ ની કતરણ થી ગાર્નિશ કરવો અને ઠાકરજી ને ભોગ માં ધરાવી ને પછી સર્વ કરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6#week6 આ શિરો જોતાજ મોંમાં પાણી આવી જાય એવો બને છે.અને હેલ્થ માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
મગ ની દાળ નો શીરો(Moong Dal Sheera Recipe In Gujarati)
#RC1Yellow Colourચોમાસાં માં જોવા મળતું મેઘધનુષ અને એમાં રહેલાં સાત રંગો. કુદરત નું એક ખૂબ જ સુંદર સ્વરૂપ. મેં અહીં પીળા રંગ માટે મગની દાળ નો શિરો બનાવ્યો છે. Jyoti Joshi -
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6#Week6#મગનીદાળનોશીરોમગ ની દાળ નો સ્વાદિષ્ટ શીરોલગ્ન પ્રસંગ માં ખાસ બનતો , બઘાં ને ભાવે એવો સ્વાદિષ્ટ શીરો .. Manisha Sampat -
-
-
-
મગ ની દાળ નો શીરો(Moong Dal Sheera Recipe In Gujarati)
#Ma'મા' નામ સાંભળતા જ હૈયું ભરાઈ આવે.કેમકે 'માં' જેવું તો કોઈ જ ન થાય. માની વાત કરીએ તો 'માં' એટલે મમતાની મૂર્તિ, 'માં'એટલે પ્રેમનો સાગર અને 'માં' એટલે નિ:સ્વાર્થ ભરી મમતા નો વહેણ..મા પાસેથી શીખેલી વાનગી ની વાત કરીએ તો અઢળક છે પણ તેમાંથી મારી મમ્મીને ભાવતી વાનગી જે હું તેના પાસેથી શીખી છું તે છે મગની દાળનો શીરો. તેના જેટલો સરસ તો ના બને. કેમ કે 'માં' ના હાથની વાત જ કંઈક અલગ છે.પ્રોટીનયુક્ત અને હેલ્ધી મગની દાળનો શીરો... Hetal Vithlani -
-
મગ ની દાળ નો શીરો(Moong Dal Sheera Recipe In Gujarati)
#MA " જનની ની જોડ સખી નહી જડે રે લોલ" મા વિશે જ્યારે લખવા બેસીએ તો શબ્દો ટૂંકા પડે.કારણકે મા જેવો નિસ્વાર્થ પ્રેમ ક્યાંય જોવા ન મળે.આજે મે મારી મમ્મી પાસે થી શીખેલો અને તેમનો પ્રિય એવો મગ ની દાળ નો શીરો બનાવ્યો છે.બધા મગ ની દાળ સીધી પીસી ને શીરો બનાવીને છે જ્યારે મારી મમ્મી દાળ ને પલાળી ને પછી પીસી ને બનાવે છે .બંને ના ટેસ્ટ મા બહુ ફરક હોય છે. Vaishali Vora -
-
પીળી મગ ની દાળ નો શીરો (Yellow Moong Dal Sheera Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujrati Payal Bhatt -
-
ચણા ના લોટ નો શિરો (Chana Flour Sheera Recipe In Gujarati)
#DFT આપડે જેમ તહેવારો માં લાપસી કંસાર બનાવીએ તેમ રાજસ્થાન માં આ શિરો બનતો હોય છે તો ચાલો આપડે માણીએ .... Hemali Rindani -
-
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
મગ નો શીરો લગ્ન પ્રસંગમાં બનતો હોય છે. નાના મોટા બધા ને ભાવતો હોય છે. મગ નો શીરો બનાવવો સાવ સહેલો છે. સોજી નો શીરો બનાવીએ એ રીતે જ બનાવવાનો છે. તો આજે મેં મગ નો શીરો બનાવ્યો. Sonal Modha -
વર્મીસેલી સેવ નો શીરો (Vermicelli Sev Sheera Recipe In Gujarati)
#RB7#Week7મિસ્ટાન્ન ખાવા માટે બસ એક બહાનું જોયે કોઈ એક શુભ દિવસ હોય કે પરિવાર માં કોઈ ખુશી ના સમાચાર, અરે કઈ કોઈ બહાનું ના હોય તો બસ ઠાકરજી ને ધરવા માટે આપણે ગુજરાતીઓ મિસ્ટાન્ન બનાવતા હોયે છીએ. મારા સાસુ મંદિર ના પૂજારી ના દીકરી એટલે એ સ્વીટ બનાવાના અને ખાવાના શોખીન. એટલે આ વખતે બનાવ્યો મીઠી સેવ નો શીરો. જે બજાર માં ઇઝિલી મળી જાય છે એ હવે તો શેકેલી પણ મળે છે જેથી જયારે ભી બનાવ્યે એ ઝટપટ બની જાય. Bansi Thaker -
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6#WEEK6એકદમ ઝડપથી બની જાય તેવો ઇન્સ્ટન્ટ મગ ની દાળ નો શીરો બવ જ મસ્ત બન્યો છે તમે પણ ટ્રાય કરો charmi jobanputra -
-
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#MA#Cookpadindia#Cookpadgujratiરવા નો શીરો એટલે માં ના પ્રેમ ની મીઠાશ. આ ટ્રેડિશનલ મીઠાઈ છે.નાના હોય કે મોટા દરેક વ્યક્તિ ને આ શીરો ભાવતો જ હોય.આજે જ્યારે મીઠાઈ ના બહુ જ બધા ઓપ્શન છે જ્યારે પેલા અમે નાના હતા ત્યારે ઘર માં જ બધી ટ્રેડિશનલ મીઠાઈ બનતી. મમ્મી નાના મોટા વાર તહેવાર હોય તો રવાનો શીરો,સુખડી,લાપસી, લાડવા ,મોહનથાળ,મીઠી બુંદી ના લાડુ વગેરે બનાવતા. સ્પેશિયલ જ્યારે પૂનમ હોય ત્યારે ભગવાન સત્યનાાયણન દેવ ને આ શીરો ધરાવામાં આવતો.શુદ્ધ દેશી ઘી માં બનતો આ શીરો મને તો બહુ જ ભાવતો માટે આજે હું આ મારા મમ્મી ની રીત થી બનાવી રહી છું. મે અહી શીરો બનાવી તેને કેક નો સેપ આપ્યો છે મારો દીકરો બહુ જ ખુશ થાય છે આ જોઈ ને. Bansi Chotaliya Chavda -
-
રવા નો શિરો (Rava Sheera Recipe In Gujarati)
#mrPost 7 આ શિરો સત્ય નારાયણ ભગવાન ની કથા માં પ્રસાદ તરીકે બનાવવા માં આવે છે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Dave -
-
મગ ની દાળ નો શીરો (Moong Dal Shira Recipe In Gujarati)
#CB6#week6#cooksnap#cookpadindia Keshma Raichura -
શેકેલી મગ ની પીળી દાળ નો શીરો (Roasted Moong Yellow Dal Sheera Recipe In Gujarati)
#CB6#WEEK6#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ "રાધે રાધે રાધે...શીરો પૂરી ખાજે" એમ બોલી એ એટલે ભાંખોડીયાં ભરતું બાળક હસતું હસતું ને બે હાથે તાલી પાડી ને આવી દાદી ના હાથે શીરો આરોગી લેશે....એ પણ શીરા ને ખરો ન્યાય અને મહત્વ આપે છે....ટૂક માં, 'બડે મિયાં તો બડે મિયાં, છોટે મિયાં સુભાનઅલ્લાહ'....બધા ને શીરો ભાવે....અને એટલે જ ઘઉં, બાજરી, રવા નો.... તો ...ઉપવાસ માં પણ શિંગોડા ના લોટ, રાજગરા ના લોટ,બટાકા નો,શકકરીયા .......નો ઉપયોગ કરી ને....શીરો કરીએ...કૂકપેડ માં થી થીમ આપવામાં આવી મગ ની દાળ નો શીરો એ પણ એકદમ સ્વાદિષ્ટ અને કણીદાર પાછો આરોગ્યવર્ધક તો ખરો જ... Krishna Dholakia -
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશ્યલ ફરાળી રેસીપી#FRશિવરાત્રી નાં દિવસે શકકરિયા અને બટાકા ખાવા નો ખુબ મહિમા છે.. બાફી ને ખાવા ની તો ખુબ જ મઝા આવે છે અને શકકરિયા માંથી બીજી ઘણી ડીશ બનાવી શકાય છે પણ મેં આજે શીરો બનાવ્યો છે.. ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપી #FR : શક્કરિયા નો શીરો મહાશિવરાત્રીના દિવસે શક્કરિયા નું મહત્વ હોય છે. તો શિવરાત્રીના દિવસે ચોક્કસથી શક્કરિયા ની એક આઈટમ બનાવવી જોઈએ તો આજે મેં શક્કરિયા નો શીરો બનાવ્યો છે ટેસ્ટમાં એકદમ સરસ બને છે. Sonal Modha -
ફરાળી શીરો (Farali Sheera Recipe In Gujarati)
શિવરાત્રી નિમિત્તે સ્વીટ ડીશ તો બનાવવી જ પડે. શક્કરિયા,બટાકા,કસાવા અને કાચા કેળા નો શીરોઆજે મે શક્કરિયા,બટાકા,કસાવા અને કાચા કેળા નો યુઝ કર્યો છે..સાથે ખૂબ બધા dry fruits સાથે આ શીરો બહુ જ યમ્મી થાય છે. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (4)