ચટપટી મિક્સ કઠોળ ભેળ (Chatpati Mix Pulses Bhel Recipe In Gujarati)

Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
Anand

#cookpadindia
#cookpadgujarati
#Mix kathod bhel

આ ભેળ ખુબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. કઠોળ માં પ્રોટીન ભરપૂર હોય છે એટલે પ્રોટીન રીચ રેસિપી છે...

ચટપટી મિક્સ કઠોળ ભેળ (Chatpati Mix Pulses Bhel Recipe In Gujarati)

#cookpadindia
#cookpadgujarati
#Mix kathod bhel

આ ભેળ ખુબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. કઠોળ માં પ્રોટીન ભરપૂર હોય છે એટલે પ્રોટીન રીચ રેસિપી છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકોમગ, મઠ, વટાણા, મસૂર, ચોળા, ચણા, કાબુલીચણા,રાજમા, તુવેર, શીંગદાણા
  2. મીઠું જરૂર મુજબ
  3. ચપટીખારો
  4. ભેળ બનાવવા માટે
  5. 2 મોટી ચમચીજીણી સમારેલી કાચી કેરી
  6. 2 મોટી ચમચીજીણી સમારેલી ડુંગળી
  7. 2 મોટી ચમચીસમારેલા કેપ્સિકમ
  8. 2 મોટી ચમચીજીણા સમારેલા ટામેટા
  9. 2 મોટી ચમચીજીણી સમારેલી કાકડી
  10. 2 મોટી ચમચીજીણા સમારેલ ગાજર
  11. 1ટી સ્પુન ઝીણા સમારેલા લીલા મરચાં
  12. 1 ચમચીલીંબૂનો રસ
  13. ચપટીચાટ મસાલો
  14. મીઠું, સંચળ સ્વાદ અનુસાર
  15. 1 ચમચીઆંબલી-ખજૂરની મીઠી ચટણી
  16. 1 ચમચીકોથમીર-મરચાની તીખી ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ 1 કપ મિક્સ કઠોળ ને 7 થી 8 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ કુકર માં કઠોળ, મીઠું અને ખારો ઉમેરી 3-4 વ્હિસલ મારી બાફી લો. આ રીતે બધી સામગ્રી તૈયાર કરી લો.

  2. 2

    એક બાઉલમાં બાફેલા કઠોળ સમારેલા ટામેટાં, સમારેલી ડુંગળી, કાચી કેરી, કેપ્સિકમ, કાકડી, ગાજર, લીલા મરચાં, ચાટ મસાલો, સંચળ, મીઠું તેમજ લીંબૂનો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ એ મિશ્રણમાં કોથમીર-મરચાની ચટણી અને ગળી ચટણી એડ કરો. તો તૈયાર છે તમારી ચટપટી મિક્સ કઠોળ ભેળ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
પર
Anand
I am Dr. Bhumi Shaherawala working as Assistant Professor (Foods and Nutrition). I love cooking and want to serve different and innovative dishes...
વધુ વાંચો

Similar Recipes