ચટપટી કઠોળ ભેળ

Minaxi Solanki
Minaxi Solanki @cook_12753833

#હેલ્થી
#goldenapron
આ એક હેલ્થી ભેળ છે જેમાં મેં ફણગાવેલા મગ ,મઠ નો ઉપયોગ કર્યો છે તેમાં તમે ચણા, કાબુલી ચણા કે મનગમતા કઠોળ નો ઉપયોગ કરી શકો છો

ચટપટી કઠોળ ભેળ

#હેલ્થી
#goldenapron
આ એક હેલ્થી ભેળ છે જેમાં મેં ફણગાવેલા મગ ,મઠ નો ઉપયોગ કર્યો છે તેમાં તમે ચણા, કાબુલી ચણા કે મનગમતા કઠોળ નો ઉપયોગ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 સર્વિંગ્સ
  1. ચટણી બનાવવા માટે:-
  2. 3 ટેબલસ્પૂનબારીક સમારેલા લીલાં ધાણા
  3. 1 ટેબલસ્પૂનબારીક સમારેલી કાચી કેરી
  4. 1 ટી સ્પૂનઆદુ ની પેસ્ટ
  5. 3લીલી મરચી સમારેલી
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1 ટેબલસ્પૂનગોળ
  8. 1 ટેબલસ્પૂનદહીં
  9. ભેળ બનાવવા માટે:-
  10. 1/2 કપફણગાવેલા મગ
  11. 1/2 કપફણગાવેલા મઠ
  12. 2 ટેબલસ્પૂનઝીણી સમારેલી ડુંગળી
  13. 2 ટેબલસ્પૂનઝીણી સમારેલી કાકડી
  14. 2 ટેબલસ્પૂનઝીણું સમારેલું ટમેટું
  15. 2 ટેબલસ્પૂનબાફેલી મકાઈ ના દાણા
  16. 1/4 ટીસ્પૂનસંચળ પાવડર
  17. 1 ટેબલસ્પૂનશેકેલા શીંગદાણા
  18. 1 ટેબલસ્પૂનદહીં
  19. જીરા ખાખરા
  20. બનાવેલી લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ચટણી ની બધી સામગ્રી મિક્સ કરી મિક્સરમાં ક્રશ કરી ચટણી બનાવી લો

  2. 2

    મગ અને મઠ ને ઓવન માં 1 મિનિટ માઈક્રો કરી લેવું

  3. 3

    એક બાઉલમાં મગ-મઠ ડુંગળી, ટામેટા, કાકડી, મકાઈ લેવી, તેમાં સંચળ, મગફળી ના દાણા, દહીં,લીલી ચટણી સ્વાદ મુજબ અને ખાખરા ને હાથ થી થોડી ને નાખવા

  4. 4

    બધું બરાબર મિક્સ કરી સર્વ કરવું,તો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કઠોળ ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Solanki
Minaxi Solanki @cook_12753833
પર

ટિપ્પણીઓ

Similar Recipes