ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)

ગુંદાનું અથાણું ગુંદાને ભરીને બનાવવામાં આવે છે. સ્ટફિંગ માં કેરીનું છીણ, રાઈના કુરિયા અને અથાણાનો મસાલો ઉમેરવામાં આવે છે. રાઈના કુરિયા ને લીધે ગુંદાના અથાણાં ને એક અલગ સ્વાદ અને સુગંધ મળે છે. જો રાઈ ની ફ્લેવર ખૂબ જ પસંદ હોય તો આ અથાણામાં સાદા તેલ ના બદલે સરસવનું તેલ વાપરવામાં આવે તો અથાણું વધારે સ્વાદિષ્ટ લાગે છે. સાધારણ રાઈ નો ટેસ્ટ જોઈતો હોય તો કોઈ પણ પ્રકારનું સીંગતેલ અથવા તો સનફ્લાવર ઓઈલ વાપરી શકાય. આ અથાણું ઘણા મહિનાઓ સુધી સાચવી શકાય છે પરંતુ જો એને ફ્રીજમાં રાખવામાં આવે તો ગુંદા એવા ને એવા કડક અને સ્વાદિષ્ટ રહે છે તેમ જ અથાણા નો રંગ પણ એવો જ લાલ રહે છે.
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
ગુંદાનું અથાણું ગુંદાને ભરીને બનાવવામાં આવે છે. સ્ટફિંગ માં કેરીનું છીણ, રાઈના કુરિયા અને અથાણાનો મસાલો ઉમેરવામાં આવે છે. રાઈના કુરિયા ને લીધે ગુંદાના અથાણાં ને એક અલગ સ્વાદ અને સુગંધ મળે છે. જો રાઈ ની ફ્લેવર ખૂબ જ પસંદ હોય તો આ અથાણામાં સાદા તેલ ના બદલે સરસવનું તેલ વાપરવામાં આવે તો અથાણું વધારે સ્વાદિષ્ટ લાગે છે. સાધારણ રાઈ નો ટેસ્ટ જોઈતો હોય તો કોઈ પણ પ્રકારનું સીંગતેલ અથવા તો સનફ્લાવર ઓઈલ વાપરી શકાય. આ અથાણું ઘણા મહિનાઓ સુધી સાચવી શકાય છે પરંતુ જો એને ફ્રીજમાં રાખવામાં આવે તો ગુંદા એવા ને એવા કડક અને સ્વાદિષ્ટ રહે છે તેમ જ અથાણા નો રંગ પણ એવો જ લાલ રહે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુંદા ને ધોઈને કોરા કરી લેવા. હવે એક દસ્તા ની મદદથી ગુંદા માંથી ઠળિયા કાઢી લેવા. ગુદા માંથી ખુબજ ચીકણો પદાર્થ નીકળે છે જેથી કરીને મીઠામાં બોળેલી છરી ની મદદ થી ઠળિયા બહાર કાઢવા. ગુંદા ને એક છાપા પર મૂકીને ઠળિયા કાઢવા જેથી કરીને બીજી કોઈ સપાટી બગડે નહીં. કેરીને ધોઇને એકદમ કોરી કરીને છાલ ઉતારી લેવી અને કેરી ને છીણી લેવી.
- 2
હવે કેરીની છીણમાં રાયના કુરિયા અને અથાણાનો મસાલો સરખી રીતે મિક્સ કરવો.
- 3
તૈયાર કરેલ આ મસાલાને ગુંદા માં ભરી દેવો. હવે ગુંદા ને ઢાંકીને લગભગ છ થી આઠ કલાક માટે રહેવા દેવા. હવે અથાણાં માં તેલ 1 કપ તેલ ઉમેરવું. (તેલ ને ધુમાડા નીકળે તેવું ગરમ કરીને એકદમ ઠંડુ કરી લેવું અને ત્યારબાદ જ અથાણામાં રેડવું.)
- 4
અથાણા ને કાચની અથવા સિરામિકની બરણીમાં ભરીને તેલ ઉપર રહે એ રીતે રાખવું. આ અથાણું રૂમ ટેમ્પરેચર પર ઘણા મહિનાઓ સુધી સારું રહે છે પરંતુ ફ્રીજ માં રાખવાથી એનો રંગ અને સ્વાદ જળવાઈ રહે છે તેમજ ગુંદા એવા ને એવા કડક રહે છે.
- 5
ગુંદાના અથાણાં ને ભોજન સાથે પીરસી શકાય.
Top Search in
Similar Recipes
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4ગુંદાનું અથાણું મારું ફેવરીટ છે અને તાજા તાજા ભરેલા ગુંદા નું અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વ્યવસ્થિત રીતે બનાવ્યું હોય તો બારેમાસ સારું રહે છે અને શાકને બદલે પણ વપરાય છે Kalpana Mavani -
ગુંદાનું અથાણું (Gunda Athanu recipe in Gujarati)
#EB#week4#cookpadgujarati કેરીની સીઝન આવે એટલે ગુજરાતી લોકોના ઘરમાં અવનવા અથાણા બને. કાચી કેરી અને ગુંદા માંથી ઘણા અલગ-અલગ પ્રકારના અથાણા બનતા હોય છે. મેં આજે ગુંદાનું અથાણું બનાવ્યું છે જેમાં કાચી કેરી અને બીજા મસાલાનું મિક્ચર કરી ગુંદા માં ભરવામાં આવે છે. આ આથાણુ ગુજરાતી લોકોમાં ઘણુ જ પ્રિય હોય છે. આ અથાણું સીંગતેલ અથવા રાઇના તેલમાં બનાવવામાં આવે છે. આ અથાણુ બાર મહિના સુધી સરસ રીતે સાચવી શકાય છે પરંતુ જો તેને ફ્રીઝમાં સાચવીએ તો તેનો કલર સરસ રહે છે અને ગુંદા એવા ને એવા કડક રહે છે. Asmita Rupani -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4ગુંદાનું અથાણું એક વરસ સુધી સ્ટોર કરી શકાય છે. Jayshree Doshi -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week 1 તાજે તાજુ ગુંદાનું અથાણું Jayshree Chauhan -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week1કેરીની સિઝન આવી ગઇ છે અને વરસ નુ અથાણું કરવાનો ટાઈમ પણ થઇ ગયો છે મેં આજે કેરી અને ગુંદાનું અથાણું કર્યું છે અને મસાલો પણ ઘરે જ તૈયાર કર્યો છે. Chandni Kevin Bhavsar -
કેરી ગુંદા નું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EB#WEEK1#અથાણુંઅત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. તો હું પણ એક અથાણાં ની રેસીપી તમને બધા ને બતાવી દઉં એ છે ગુંદા નું અથાણું. ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. મેં અહીંયા આખા ગુંદા નું અથાણાં ની રીત બતાવી છે તને ઈચ્છો તો ગુંદા ના બે ભાગ કરી ને પણ આ અથાણું બનાવી શકો છો. વડી ગુંદા નું અથાણું ફ્રીઝ માં રાખવા થી ગુંદા કડક જ રહે છે અને જરાક પણ ઢીલા નથી પડતા. આખું વર્ષ અથાણું નવા જેવું જ રહે છે. અથાણું જો ફ્રીઝ માં રાખવું હોય તો તેલ ખાલી ગુંદા ડૂબે એટલું જ નાખવું, વધારે તેલ નાખવું નહિ. જો તમારે એને બહાર રાખવું હોય તો વધારે તેલ ઉમેરવું જેથી અથાણું બગડી ના જાય. તો આથાણા ની સીઝન માં જાણી લો ગુંદા નું અથાણું બનાવાની રીત અને ફટાફટ બનાવી ભરી લો. Vidhi V Popat -
બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati)
#MAમમ્મીના હાથની બધી રસોઈ આંગળા ચાટતા જ કરી દે પણ આ અથાણું નાનપણથી લઈને કોલેજ ના દિવસો સુધી મારી ફેવરિટ side dish રહી છે.... સાંજે ભૂખ લાગે ત્યારે ઠંડી રોટલી સાથે કે પછી હોસ્ટેલમાં ઘરેથી લાવેલા થેપલા સાથે આ અથાણું તો હોય જ ....કોલેજના દિવસોમાં આ અથાણું કદી પોતાની મેળે બનાવતા શીખી નહીં પરંતુ સાસરે આવીને સાસુ મમ્મી પાસેથી આ ટ્રેડિશનલ અથાણું થોડી થોડી અલગ બનાવતા શીખી .... આજના મધર ડે ના દિવસે અથાણું dedicate કરું છું બંને મમ્મી ને..... એક અલગ જ મજા છે જ્યારે આજે મારો પુત્ર આ અથાણું એટલી જ મજા થી માણે છે ત્યારે..Happy Mother's day... Thank you cookpad for making me nostalgic today.... Bansi Kotecha -
ગુંદા ગોળ નું અથાણું (Gunda Gol Athanu Recipe In Gujarati)
#EB week4 ગુંદાનું અથાણું એ મારું ફેવરીટ છે અને આ હું મારી મમ્મી પાસેથી બનાવતા શીખી છું. આજે આથાણુ મે બનાવ્યું છે કેવુ લાગ્યુ તમને લોકોને? Varsha Monani -
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
અથાણાની સીઝન હોય એટલે બધાના ઘરમાં બનતા જ હોય છે પણ ઘર ની રીત અલગ હોય છે તો મેં ગુંદા અને કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે જેની કંઇક આ મુજબ છે#EB#week1 Nidhi Jay Vinda -
મેથીદાણા અને કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
આખી મેથી અને કેરી નું અથાણું મારું પ્રિય અથાણું છે. રેગ્યુલર ખાટી કેરી ના અથાણાં થી અલગ પડતું આ અથાણું ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ અથાણું મેથી પલાળી, સુકવી, બધા મસાલા અને કેરી ભેગા કરી બનાવવા માં આવે છે. આ અથાણું આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે.હું આ અથાણું આખા વર્ષ માટે ફ્રીઝર માં અને ફ્રિજ માં સ્ટોર કરું છું જેના લીધે એમાં કેરીને સુકવવાની જરૂર પડતી નથી. સીધી કાચી કેરીના ટુકડા જ મસાલામાં મેળવીને આ અથાણું તૈયાર થઈ શકે છે. ફ્રીઝરમાં અથાણા નો રંગ અને સ્વાદ બિલકુલ બદલાતો નથી અને કેરીના ટુકડા પણ એવા જ કડક રહે છે. મેં અહીંયા અથાણું સ્ટોર કરવાની બંને રીત બતાવી છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
આ રેસિપી સ્વાદિષ્ટ હોય છે ને ઘણા લોકો નું મનપસંદ અથાણું છે.#EB #week4 Riddhi Thakkar -
-
ગુંદા કેરી અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
કેરી ની સરુઆત મા અથાણા બનાવવાની મજા આવે છે આજ મેં ગુંદા કેરી નું મિક્સ ખાટ્ટુ અથાણું બનાવ્યું #APR Harsha Gohil -
ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda Instant Athanu Recipe In Gujarati)
Seasonal reacipy...ગુંદાનું અથાણું અને તરત જ ખાઈ શકાય છે ટેસ્ટી પણ લાગે છે. 😋 @Darshcook_29046696Darshna Pandya -
-
ગુંદા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda Instant Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણું હું મારા માસી પાસેથી શીખી. આ અથાણું ખુબ જ ઝડપથી બની જાય છે અને આખું વર્ષ રાખી શકાય છે. બગડતું નથી. આ અથાણાંમાં ગોળ એડ નથી કર્યું તેથી અથાણું મીઠુ નહીં બને. અમારે ત્યાં કચ્છી માં આને ખારા ગુંદા પણ કહે છે. ખારું એટલે તીખું. એટલે કે ગુંદાનું તીખું અથાણું. એકદમ ઝડપથી બની જાય છે. અને સામગ્રી પણ બહુ ઓછી જોઈએ છે. તો તમે પણ ચોક્કસ બનાવજો આ અથાણું. Jigna Vaghela -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB મને આ અથાણું બહુ જ ભાવે છે અને અમારા ઘરે બનતું જ હોય છે. Alpa Pandya -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4આજે મે ગુંદા નુ અથાણું બનાવ્યુ છે જે તમે 1વર્ષ સુધી સ્ટોર કરી શકો છો,આ રીતે જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
ઇન્સ્ટન્ટ ગુંદા કેરીનું ખાટું અથાણું (Gunda Mango pickle recipe in Gujarati)
#EBગુંદા કેરીનું આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા થી ગુંદા એકદમ સરસ રહે છે અને પોચા નથી પડી જતા અને આવું તાજુ તાજુ અથાણું ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. સવારે નાસ્તામાં ભાખરી,થેપલા, પરાઠા સાથે આ આથાણુ ખાવા ની મોજ પડી જાય છે. Hetal Siddhpura -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4#ગુંદા નું અથાણું#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
આજે હું લઇ ને આવી છું કેરી ગુંદાનું ખાટું અથાણું..અથાણું મોટાભાગે તમામ ગૃહિણીઓ બનાવે j છે,ફરક હોય છે તેની પદ્ધતિનો..અથાણું ઘણી બધી રીતે બને છે,આજે હું એક સરળ પદ્ધતિ લઇ આવી છું..જેની મદદ થી આખુંય વર્ષ અથાણું લાલ ચટાક રહેશે ને ગુંદા પણ કડક ને લીલાં રહેશે ...ટૂંકમાં આખા વર્ષ નું ભરવાનું કેરી ગુંદા નું ખાટું અથાણું ને મેથીયાનો મસાલો આજે લઇ ને આવી છું... Nidhi Vyas -
-
કાચી કેરી ને ગુંદા નું તાજું અથાણું
# મધર્સ ડે સ્પેશ્યલ મારી દીકરી ઓ ને આ તાજું અથાણું ખુબજ પસન્દ છે તે જ્યારે હું અથાણું બનાવું તો બસ એમ જ કે મોમ ભલે અથાણામાં કુરિયા કડવા લાગે ભલે મશાલો ખાટો ના થયો હોય પણ મને તો અત્યારે જ જે તાજો મશાલો બનાવ્યો છે ને તે જ વધારે ભાવેછે તો હું તો એક વાર ચાખીશ જ બસ આજ વાત લઈને બેસી જાય અથાણું ને રોટલી એકવાર ખાય ત્યારે જ તેને સઁતોષ થાય તો આજે મારી દીકરી ને યાદ કરી ને જ આ અથાણું બનાવ્યું છે તો જોઈ લો અથાણા ની રીત Usha Bhatt -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EBઆ રેસિપી હું મારા મમ્મીની બાજુમાં રહેતા આંટી પાસેથી શીખી હતી. એ દર વર્ષે અથાણું બનાવે અને મને મદદ કરવા બોલાવતા અને હું એમાં ને એમાં શીખી ગઈ અને અમારા ઘરમાં પણ બધાને ભાવતું થઈ ગયું... અને સાચું કહું તો મને એ ગુંદા ફોડવાની બહુ જ મજા આવતી ....ગુંદાનું અથાણું (ખાટું અથાણું)નોંધ : ૧. તેલ ગરમ કરી એકદમ ઠંડુ કરીને જ વાપરવું .૨. ગુંદા માંથી બિયા કાઢવા જે ચપ્પુ નો ઉપયોગ કરો એની ટોચ ને મીઠાંવાળી કરવાથી ચોંટે નહિ અને ચીકણું નહિ લાગે. અને હાથ પણ જો ચીકણાં થયા હોય તો એને મીઠાં થી જ સાફ કરીને ધોવાથી ચીકાશ બધી નીકળી જશે... Khyati's Kitchen -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EBWeek 4ગુંદા નું અથાણું ખાટું અથવા મીઠું બે રીતે બનાવમાં આવે છેજેને આપણે આખા વર્ષ સુધી સાચવી શકાય છે. ગુદાની સીઝન જાય તો પણ આપણે ગુંદા નો સ્વાદ માણી શકાય છે. Archana Parmar -
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week-4ગુંદા નું અથાણું બારે માસ સુધી ખાવા ની ઈચ્છા થાય એવું હોય છે....ગુંદા અનેક પોષક તત્વો થી ભરપૂર હોય છે. Dhara Jani -
ઇન્સ્ટન્ટ ગુંદા કેરી નું અથાણું (Instant Gunda Keri Athanu Recip
#EB આ અથાણું 10 દિવસ સુધી બહાર રહે છે Bina Talati -
ગુંદાનું અથાણું (Gunda athanu Recipe In Gujarati)
#EB#Week4 ગુંદાનું અથાણું એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. Nita Prajesh Suthar
More Recipes
ટિપ્પણીઓ (19)