તીખો છુંદો (Tikho Chhundo Recipe In Gujarati)

Sonal Lal
Sonal Lal @cook_20967999
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામદેશી કેરી
  2. 750 ગ્રામગોળ
  3. 2ચમચા તેલ
  4. 1 ચમચીહિંગ
  5. 1/4 ચમચી હળદર
  6. 6/7 નંગઆખા ધાણા
  7. 1લાલ સુકું મરચું
  8. 1 ચમચીમરચું પાઉડર
  9. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કાચી કેરી ની છાલ ઉતારી તેને ખમણી લો. ત્યાર બાદ તેમાં મીઠું અને હળદર નાખી મિક્સ કરી પંદર મિનિટ રાખી દો.

  2. 2

    ત્યાર બાદ ખમણ ને બે હાથ વડે દબાવી બધુ જ પાણી કાઢી લો. હવે એક તપેલામાં તેલ ગરમ કરી તેમાં હિંગ,લાલ સુકા મરચા અને આખા ધાણા નાખી વઘાર કરી તેમાં કેરી નું ખમણ નાખી એક મિનીટ સાંતળો.

  3. 3

    ત્યાર બાદ તેમાં ગોળ નાખી મિક્સ કરી ગોળ ની ચાસણી થાય ત્યાં સુધી ઉકાળો.ત્યાર બાદ ગેસ બંધ કરી થોડું ઠંડું પડે એટલે તેમાં જોઈતી તીખાશ પ્રમાણે મરચું પાઉડર નાખી મિક્સ કરી લો.

  4. 4

    તો તૈયાર છે ખાટો,મીઠો અને તીખો ગોળ વાળો છુંદો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Lal
Sonal Lal @cook_20967999
પર

Similar Recipes