છુંદો (Chhundo Recipe In Gujarati)

Amee Mankad
Amee Mankad @cook_27027834

#EB

શેર કરો

ઘટકો

૪-૫ દિવસ
૪-૫ વ્યક્તિ
  1. ૧ કિલોરાજાપુરી કેરી
  2. ૧.૫ કિલો ખાંડ
  3. ૧ ચમચીહળદર
  4. ચપટીમીઠું
  5. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧ ચમચીજીરુ

રાંધવાની સૂચનાઓ

૪-૫ દિવસ
  1. 1

    સૌ પ્રથમ રાજાપુરી કેરી લઇ ને બરાબર ધોયને કોરી કરી લેવી પછી છાલ કાઢીને ખમણી વડે કેરીનું ખમણ કરવુ.

  2. 2

    ખમણ થઇ જાય એટલે તેમાં ૧ ચમચી હળદર, ચપટી મીઠું નાખવુ પછી તેમાં ખાંડ નાંખી ને એકદમ હલાવું અને એક દિવસ રહેવા દેવું

  3. 3

    પછી બીજે દિવસે તપેલા મા બધુ સરખી રીતે હલાવીને પતલુ કપડું બાંધી ને તડકે મુકવુ.

  4. 4

    ૩-૪ દિવસ રોજ સરંખુ હલાવીને મુકવુ.આ રીતે રોજ દિવસ માં એક વખત હલાવું. ૩-૪ દિવસ રોજ આ રીતે કેરીનું ખમણ તડકે મુકવાથી એમા રહેલી ખાંડ ઓગળી જાશે અને છુંદો તૈયાર થઇ જાશે.

  5. 5

    બધી ખાંડ ઓગળી જાય એટલે તેમાં બે ચમચી મરચું પાઉડર, જીરુ,નાંખી ને સરખી રીતે મિક્સ કરવું

  6. 6

    આ છુંદો ખુબજ tasty લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Mankad
Amee Mankad @cook_27027834
પર

ટિપ્પણીઓ

Similar Recipes