મઠડી(Mathadi Recipe In Gujarati)

jignasha JaiminBhai Shah
jignasha JaiminBhai Shah @cook_27651777

#GA4
#Week9
આ વાનગી વૈષ્ણવોની હવેલી માં કે ઘરે પ્રસાદ તરીકે ઠોર બનાવવા માં આવે છે.

મઠડી(Mathadi Recipe In Gujarati)

#GA4
#Week9
આ વાનગી વૈષ્ણવોની હવેલી માં કે ઘરે પ્રસાદ તરીકે ઠોર બનાવવા માં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ મેંદો
  2. ૫૦૦ ગ્રામ ખાંડ
  3. ૧/૨ કપઘી મોવન માટે
  4. ૨ ચમચીદળેલી ખાંડ
  5. ૧ કપપાણી
  6. ૧ ચમચીઇલાયચી પાઉડર
  7. તળવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદા ના લોટ ને ચારી લો
    પછી તેમાં ૨ ચમચી દળેલી ખાંડ નાખી મિક્સ કરી લો

  2. 2

    ૧/૨ કપ ઘી નાખી મિક્સ કરો.
    મૂઠ્ઠી પડતું મિશ્રણ હોવું જોઇએ.
    એમાં ધીમે ધીમે પાણી એડ કરી કઠણ લોટ બાંધો. પછી એને 1/2 કલાક રહેવા દો.

  3. 3

    હવે તમને જે સાઇઝ ની મથડી જોઇએ એ સાઈઝ ના લુવા કરી જાડી મથડી વણી લો. પછી કાટા ચમચી ની મદદ થી કાના પાડી દો.

  4. 4

    પછી ધીમા ગેસ એ મથડી તળી લો.૭-૮ મિનિટ નો સમય લાગશે.
    વચ્ચે વચ્ચે એને ફેરવતા રહેવુ.

  5. 5

    એ બ્રાઉન કલર ની થાય ત્યારે તેને કાઢી લેવી.

  6. 6

    ૩-૪ કલાક ઠંડી થવા દેવી.
    પછી ખાંડ ડૂબે એટલું પાણી રેડી પતાસા જેવી કડક ચાસણી કરી લેવી.

  7. 7

    ચાસણી નું એક ટીપુ કોઈ ડીશ મા મુકી જોવુ જો તે સ્પ્રેડ ના થાય તો ચાસણી થઈ ગઈ કેવાય.
    ઠંડી પડેલી મથડી ને ચાસણી માં નાખી ફટાફટ કાઢી એક થાળી માં ગોઠવી દેવી. લેવી.જો કોઈ વાર ચાસણી ની ખાંડ જ થઈ ગઈ હોય અને મથડી બોડવાની બાકી રહી ગઈ હોય તો એમાં ને એમાં થોડું પાણી રેડી ગરમ કરી મઠડી બોડી સકાય. એ રીતે બધીજ ખાંડ નો ઉપયોગ કરી લેવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jignasha JaiminBhai Shah
પર

ટિપ્પણીઓ (8)

Similar Recipes