નાનખટાઈ(Naankhatai Recipe in Gujarati)

Sonal Lal
Sonal Lal @cook_20967999
શેર કરો

ઘટકો

  1. 1વાટકો મેંદો
  2. 3/4વાટકો ચણાનો લોટ
  3. 2 ચમચીરવો
  4. 1/2 કપઘી
  5. 1/2વાટકો દળેલી ખાંડ
  6. 1 ચમચીઇલાયચી પાઉડર
  7. 1/2 ચમચીબેકિંગપાવડર
  8. 2 ચમચીદુધ
  9. 1 ચમચીપીસ્તાની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક મોટા બાઉલમાં ઘી લઈ તેમાં દળેલી ખાંડ નાખી બંન્નૈ ને એકદમ કલર બદલે ત્યાં સુધી ફેટી લો. ત્યારબાદ તેમાં મેંદો,ચણાનોલોટ,રવો,બેકીંગપાવડર, એલચીપાવડર નાંખી દો.

  2. 2

    હવે તેને મિક્સ કરી જરુર પડે દુધ નાંખી નરમ લોટ બનાવી લો. હવે તેના નાના બોલ્સ બનાવી વચ્ચે આંગળી થોડુ દબાવી તેના પર પીસ્તા ની કતરણ લગાવી દો.

  3. 3

    તયારબાદ ઓવન ને કન્વેક્શન મોડ પર દસ મિનીટ માટે પ્રીહેટ થવા મુકી દો. તયારબાદ ઓવનની પ્લેટ પર બટરપેપર લગાવી તેના પર બનાવેલ નાનખટાઈ થોડા થોડા અંતરે રાખી દો

  4. 4

    હવ તેને ઓવનમાં 180 ડીગ્રી પર 25 થી 30 મીનીટ માટે બેક કરવા મુકો.તો તૈયાર છે એકદમ સોફટ અને ક્રીસ્પી નાનખટાઈ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Lal
Sonal Lal @cook_20967999
પર

ટિપ્પણીઓ

Similar Recipes