ઇન્સ્ટન્ટ આમ પન્ના (Instant Aam Panna Recipe In Gujarati)

Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
Surat, Gujarat, India

#EB
#WEEK2
#mango
#cookpadindia
#aampanna
#quickrecipes

હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા ???
આશા છે મજામાં હશો.....

આજે મેં ઇ-બુક ના બીજા વીક માટે આમ પન્ના નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. અહીંયા મેં ઇન્સ્ટન્ટ અને ફટાફટ બની જાય એવી સહેલી રીત અપનાવી છે. જેમાં કેરી ને બાફવાની પણ જરૂર પડતી નથી. અને તરત ફટાફટ તૈયાર પણ થઈ જાય છે. અહીંયા આમ પણ આમાં ખાંડની જગ્યાએ સાકર નો ઉપયોગ કર્યો છે જેથી શરીર માટે પણ ફાયદાકારક છે. સાકર ઠંડી હોવાથી ઉનાળામાં ફાયદાકારક છે।

અચાનક કોઇ મહેમાન આવી જાય તો પણ ફટાફટ તૈયાર થઈ જાય છે. તો મિત્રો તમે બધા પણ જરૂરથી ટ્રાય કરજો......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ - ૧૫ મિનિટ
૬-૭ વ્યક્તિઓ માટે
  1. 2 નંગ- કાચી તોતાપુરી કેરી
  2. 1 નંગ - પાકી કેસર કેરી
  3. 250- ગ્રામ સાકર
  4. 1/2 ટેબલસ્પૂન- શેકેલા જીરું નો પાઉડર
  5. 1/2 ટેબલસ્પૂન- સંચળ પાઉડર
  6. 8-10 નંગ - ફૂદીનાના પાન
  7. ચપટીમીઠું
  8. 1 લીટર - ચીલ્ડ પાણી
  9. સર્વ કરવા માટે મરચા મીઠા નો પાઉડર
  10. સજાવવા માટે કાચી કેરી ની ચીરી

રાંધવાની સૂચનાઓ

૧૦ - ૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ફોટા માં બતાવ્યાં મુજબ બધી સામગ્રીઓને તૈયાર કરી લો. કાચી અને પાકી બંને કેરીઓને છાલ ઉતારીને ટુકડી કરી લો. હવે બીજી એક ડીશમાં સાકર,સંચળ,જીરુ પાઉડર અને મીઠું તથા ફુદીનાના પાન રેડી કરી લો. હવે એક મિક્સર જારમાં કેરીના ટુકડા લઈ લો.

  2. 2

    ત્યારબાદ મિક્સર જાર માં કેરી સાથે સાકર તથા બાકીના બધી સામગ્રીઓ પણ ઉમેરી દો. હવે મિક્સરમાં બધી સામગ્રીઓને એકરસ કરી લો. સાકર અને કેરીની ટુકડીઓ બરાબર એકરસ થઈ જાય ત્યાં સુધી મિક્સરમાં ક્રશ કરી લેવું.

  3. 3

    હવે જે પલ્પ રેડી થયો છે એને ઝીણી ગળણી વડે ગાળી લેવું.

  4. 4

    હવે પલ્પ ની અંદર એક લીટર ઠંડુ પાણી ઉમેરીને બ્લેન્ડર ફેરવી લો.

  5. 5

    હવે એક નાની ડીશમાં મરચું મીઠું તથા લીંબુની ચીરી લઈ લો. સવઁ કરવા માટે જે ગ્લાસ લેવાના હોય એ ગ્લાસ ની ધાર ઉપર લીંબુ લગાવી દો. ત્યારબાદ ગ્લાસ ને મરચા મીઠાવાળા મિશ્રણમાં ડીપ કરી લો. હવે રેડી કરેલ આમ પન્નાને ગ્લાસમાં રેડી લો.તો રેડી છે instant અને ફટાફટ તૈયાર થઈ જાય એવી આમ પન્ના ની રેસીપી..... ગ્લાસ ની ધાર ઉપર કેરી ની સ્લાઈસ લગાવી સજાવી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
પર
Surat, Gujarat, India

Similar Recipes