ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Sabji Recipe In Gujarati)

Vibha Upadhya
Vibha Upadhya @cook_22149616
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ફ્લાવર
  2. ૧૦૦ ગ્રામ વટાણા
  3. ૪-૫બટાકા
  4. ટામેટાં
  5. ડુંગળી
  6. ૭-૮કળી લસણ
  7. ૨ ચમચીમરચાં ની ભૂકી
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૧ ચમચીધાણાજીરું
  10. ૧/૨ ચમચીગરમ મસાલા
  11. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધું શાક તૈયાર કરો.ત્યારપછી બટાકા ને કૂકર માં બાફી લેવા. ફ્લાવર ને સમારી લેવું અને વટાણા ને રાખી દો.

  2. 2

    હવે ગૅસ પર એક તપેલી માં પાણી ગરમ કરવા મુકો. તેમાં ફ્લાવર વટાણા ને બાફવા મુકો. હવે એક મિક્સર ના ખાનામ ટામેટા, ડુંગળી,લસણ ની ગ્રેવી તૈયાર કરો

  3. 3

    ફ્લાવર,વટાણા બફાઈ જાય એટલે તેને કાણા વાળા વાસણમાં કાઢી તેમાંથી પાણી નિતારી લો. હવે શાક નો વઘાર કરવા માટે એક કડાઈ લઈ તેને ગૅસ પર મૂકી તે કડાઈમાં તેલ ઉમેરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ને હિંગ મૂકી વઘાર કરો.

  4. 4

    વઘાર થઈ જાય એટલે તેમાં ગ્રેવી ઉમેરી તેમાં બધાં મસાલા તેમજ મીઠું ઉમેરી તેને ઉકળવા દો. ત્યારબાદ તેમાં બફાઈ ગયેલ શાક ઉમેરી,મીઠું ઉમેરી તેને ધીમા તાપે થવા દો.તેને બરાબર મિક્ષ કરો.

  5. 5

    હવે શાકમાં બધાં મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલે શાક નો ગૅસ બંધ કરી દો. તો તૈયાર છે ફ્લાવર, વટાણા બટાકા ની સ્વાદિષ્ટ સબ્જી. તેને સર્વ કરી શકો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Vibha Upadhya
Vibha Upadhya @cook_22149616
પર

Similar Recipes