કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)

કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તોતા પૂરી કેરી કે તમને જે યોગ્ય લાગે તે કેરી લઈ એને છીણી ને મોટા કાના વાળી છીણી થી છીણી લો.
- 2
હવે આ છીણ ને સ્ટીલ ના કે પીતળ ના તપેલા માં લઇ એમાં મીઠુ નાખી ૧૦ મિનિટ રહવા દો (એલ્યુમિનિયમ નું લેવું ની), અને પછી મિક્સ કરી લો.
- 3
હવે એમાં ખાંડ ઉમેરી હલાવતા રહો, ખાંડ ઓગળી જાય પછી એને ગેસ પર ધીમા તાપે થવા દો.
- 4
વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. ખાંડ ઘટ્ટ થઈ એક તાર ની ચાસણી બની જાય એટલે ગેસ બંધ કરી દો.
- 5
આ મિક્સર ને ૧૫ મિનિટ ઠંડું થવા દો, હવે એમાં જીરુ, લાલ મરચું, અને તજ લવિંગ નાખી મિક્સ કરી લો. તજ લવિંગ આખા પસંદ ના હોય તો એનો પાઉડર પણ નાખી શકાય.
- 6
રેડી છે આખું વર્ષ નું સીઝન માટે નો છૂંદો, આ છૂંદા ને કાચ જી બરણી માં જ ભરવો,
- 7
છૂંદા ની બરણી માં ચમચી મૂકી રાખવી નહિ, શક્ય હોય તો રૂટીન નો છુંદો એક નાની બોટલ ના કાઢવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
ઉનાળાની ઋતુમાં કેરી આવવાની શરૂઆત થાય એટલે તરત જ છૂંદો અને અથાણું યાદ આવે. ગુજરાતીઓ આખા વરસના જુદા જુદા પ્રકારના અથાણાં અને છૂંદા બનાવીને રાખતા હોય છે. મેં છૂંદો બનાવ્યો છે.#EB Vibha Mahendra Champaneri -
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
છૂંદો ગુજરાતી ના ઘર માં હોય જ.કેરી નો છૂંદો ખાટો મીઠો અને ટેસ્ટી હોય છે. આને તમે રોટલી પૂરી પરોઠા કે થેપ્લા સાથે સર્વ કરી શકો છો. છુંદો બનાવવાની માટે એપ્રિલ કે મે મહિનો બેસ્ટ રહે છે. કારણ કે આ મહિનામાં તાપ સરસ હોય છે જેથી કરીને છૂંદો ખુબ જ સરસ બને છે#EB Nidhi Sanghvi -
-
કેરી નો છૂંદો (Keri No Chhundo Recipe in Gujarati.)
#કૈરી #પોસ્ટ ૧ કેરી એ ફળો નો રાજા કહેવાય છે.તેનો સ્વાદ અને સુગંધ લાજવાબ હોય છે.કેરી ના ઉપયોગ થી આખું વર્ષ સાચવી શકાય તેવી ઘણી રેસીપી બને છે.મારા પરીવાર ની પસંદ ખાટો મીઠો છૂંદો બનાવ્યો છે. Bhavna Desai -
કેરી નો તીખો છુંદો (Keri Tikho Chhundo Recipe In Gujarati)
#EB#week૩આ છુંદા ને ટ્રાવેલિંગ માં સ્કૂલ ના લંચ બોકસ માં ને ઘરે પણ ખાઈ શકાય ને આ ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
-
-
તડકા છાયા નો કેરી નો છૂંદો (Tadka Chhaya Keri Chhundo Recipe In Gujarati)
#KRકેરી રેસીપી ચેલેન્જPost 3 ઉનાળા ની સીઝન માં જાત જાત ના કાચી કેરી નાં અથાણાં બનાવવા માં આવે છે.ઉનાળા નાં તડકા માં બનાવેલો કુદરતી છૂંદો જો અહી આપેલ પરફેક્ટ માપ સાથે બનાવવા માં આવે તો આખું વર્ષ સારો રહે છે.અને સ્વાદ માં મસ્ત બને છે. Varsha Dave -
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EBગુજરાતી માં કેરી ની સીઝન ચાલતી હોય ધરે ધરે અથાણાં બને અલગ અલગ પ્રકારના. છૂંદો પણ બને જે તડકામાં બનાવવામાં આવે છે. મારા સન નુ ફેવરિટ છે 😁😆... આ મારા સાસુ ની રેસીપી છે. મારા સાસુ બહુ જ સરસ અને પરફેક્ટ બનાવે છે.#cookpadindia#cookpad_gu Khushboo Vora -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week3#chundo#છૂંદોછૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે પણ હાજી ના બનાવ્યો હોય તો ફટાફટ બનાવી લો કેરી નો છૂંદો. તો જાણી લો પરફેક્ટ રીત અને માપ થી છૂંદો બનાવવાની રીત. Sejal Dhamecha -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week 3 મિત્રો છૂંદો એ ગુજરાતી ની ઓળખાણ છે છુંદા વગર અથાણાં અધૂરા છે એમાંય તડકા છાયા નો છૂંદો તો વાત જ કંઇક જુદી છે તો ચાલો માનીએ Hemali Rindani -
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EBતડકા છાયા નો છૂંદો દરેક ગુજરાતીના ઘર માં હોય જબાળકો ને ખાસ પસંદ એવો છૂંદો બનાવવાનો બહુ સરળ છે Jyotika Joshi -
કેરી નો મુરબ્બો (Mango Murabbo Recipe in Gujarati)
આ અથાણું છોકરાઓનુ પ્રિય હોય છેમારા ઘરમાં બધા છોકરાઓ ને ખુબ ભાવે છે#EB#week4 chef Nidhi Bole -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EBWeek3 ગુજરાતી ઘરોમાં છૂંદો ખાસ બનાવવામાં આવે છે....પીકનીક હોય કે લાંબા પ્રવાસે જવાનું હોય એટલે થેપલા અને પૂરી સાથે ટીફીનમાં છૂંદો તો હોયજ...ટિફિન ખુલ્લે અને આસપાસ ખુશ્બૂ ફેલાઈ જાય એટલે સૌને ખબર પડે કે ગુજરાતી ટિફિન ખુલ્યું છે...😊 સ્કૂલ અને ઓફિસના લંચ બોક્સ માં પણ રોટલી પરાઠા સાથે છૂંદો જ ભરવામાં આવે...મેં તડકા છાંયા નો બનાવ્યો છે...પરંતુ જલ્દી બનાવવો હોય તો ગેસ પર ખાંડની દોઢ તારી ચાસણી માં બનાવી શકાય છે.. Sudha Banjara Vasani -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3theme3#psછૂંદો ગુજરાતી ના ઘરે હોય જ. છૂંદો સ્વાદ માં ગાળ્યો હોય છે અને થોડો ખાટો પણ હોય છે. અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે ત્યારે બધા અથાણાં સાથે છૂંદો બનાવી ને પણ ભરી લે છે. આમ તો છૂંદો બે રીત થી બંને છે એક તો તડકા છાયા નો છૂંદો અને બીજો ગેસ પર બને છે જેને મુરબ્બો કેહવામાં આવે છે. મેં અહીંયા તડકા છાયા ના છૂંદા ની રીત બતાવી છે.છૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. થેપલા જોડે છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે.છૂંદો સ્વાદમાં સ્વીટ તેમજ તીખો હોય તેમજ મસાલા જેવાકે તજ, લવિંગ, ઇલાયચી અને મરી તેમને મનમોહક સ્વાદ સાથે સુગંધ આપે છે જેથી સૌને ટેમ્પટિંગ લાગે છે. વડી, તેનો સ્વીટ ટેસ્ટ બાળકોને ખુબ જ પસંદ આવે છે. રોટલી, ભાખરી, થેપલા, પરાઠા અને પૂરી સાથે ખાવાની મજા પડી જાય છે.ગેસ પર ઇન્સ્ટન્ટ બનાવેલા છુંદો અને તડકા છાયા માં બનાવેલ બન્ને માં સ્વાદમાં ફેર પડી જાય છે .હું બને ત્યાં સુધી પારંપરિક રીતે જ બનતા અથાણાં ને પ્રાધાન્ય આપું છું ,,અને તે રીત ને જ અનુસરું છું .. Juliben Dave -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3#PS છૂંદો એ કાચી કેરી માંથી બનાવવામાં આવતું એક ગુજરાતી અથાણું છે. એપ્રિલ કે મે મહિના દરમ્યાન જ્યારે ગરમી ખૂબ પડે છે અને કાચી કેરી ખૂબ જ સરસ આવે છે ત્યારે આ અથાણું બનાવવામાં આવે છે. આ અથાણા નો સ્વાદ ખાટો, મીઠો અને થોડો તીખો હોય છે જેથી આ અથાણું ખાવાની ખૂબ મજા આવે છે. . છૂંદો બનાવતી વખતે સામગ્રીનું પરફેક્ટ માપ અને પરફેક્ટ રીત ફોલો કરીએ તો તે આખું વરસ સરસ રહે છે. Asmita Rupani -
છૂંદો (Mango Sweet Pickle Recipe In Gujarati)
#EB#week3થીમ 3#PSછૂંદો ગુજરાતી ના ઘરે હોય જ. છૂંદો સ્વાદ માં ગાળ્યો હોય છે અને થોડો ખાટો પણ હોય છે. અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે ત્યારે બધા અથાણાં સાથે છૂંદો બનાવી ને પણ ભરી લે છે. આમ તો છૂંદો બે રીત થી બંને છે એક તો તડકા છાયા નો છૂંદો અને બીજો ગેસ પર બને છે જેને મુરબ્બો કેહવામાં આવે છે. મેં અહીંયા તડકા છાયા ના છૂંદા ની રીત બતાવી છે.છૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે.છૂંદો સ્વાદમાં સ્વીટ તેમજ તીખો હોય તેમજ મસાલા જેવાકે તજ, લવિંગ, ઇલાયચી અને મરી તેમને મનમોહક સ્વાદ સાથે સુગંધ આપે છે જેથી સૌને ટેમ્પટિંગ લાગે છે. વડી, તેનો સ્વીટ ટેસ્ટ બાળકોને ખુબ જ પસંદ આવે છે..ગેસ પર ઇન્સ્ટન્ટ બનાવેલા છુંદો અને તડકા છાયા માં બનાવેલ બન્ને માં સ્વાદમાં ફેર પડી જાય છે .હું બને ત્યાં સુધી પારંપરિક રીતે જ બનતા અથાણાં ને પ્રાધાન્ય આપું છું ,,અને તે રીત ને જ અનુસરું છું .. Juliben Dave -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week3 આ તડકા છાયા નો છૂંદો બધા ના ઘરે બનતો જ હોય છે નાના મોટા બધા ને ભાવતો જ હોય અને ખૂબ ઓછી વસ્તુ વાપરી ને બની જાય છે. ટ્રાવેલિંગ માં અને છોકરાઓ ના ટિફિન બોક્સ માં આપી શકાય. Alpa Pandya -
ગોળ કેરી નું અથાણું (gol keri athanu recipe in gujrati)
#સમર. ઉનાળો હોય અને અથાણું ના બને એ કેમ ચાલે ગુજરાતીઓ ને માટે તો અથાણાં વગર ભોજન અધૂરૂ કહેવાય . Krishna Hiral Bodar -
ઇન્સ્ટન્ટ કાચી કેરી નો છૂંદો (Instant Raw Mango Chhunda Recipe In Gujarati)
#EB#week3#cookpad_Guj અથાણાં બનાવવા એક કળા જ છે અને બધા ગુજરાતીઓ એમાં ખૂબ જ નિપુણ હોય છે. વર્લ્ડ ના દરેક ખૂણા માં ગુજરાતી અથાણાં ની બોલબાલા છે. ઉનાળા માં અથાણાં ની સીઝનમાં ગુજરાતી ને ત્યાં અચૂક થી છુંદો બનતો જ હોય છે. ટ્રેડીશનલ રીતે 3-5 દિવસ તડકા માં મૂકીને છુંદો બનાવાતો હોય છે. પરંતુ ઘણા ને ત્યાં તાપ માં મુકવાની જગ્યા ના હોય કે ફ્લેટ માં રહેતા લોકો ને અગાશી માં મુકવા જવાનું શક્ય ન હોય તો તમે આ ઇન્સ્ટન્ટ રીતે બનાવાતો છુંદો ચોક્કસ થી બનાવી શકો. જો તમારી પાસે ટાઈમ ઓછો હોય અને તમને છૂંદો બહુ જ ભાવતો હોય તો આ ઇન્સ્ટન્ટ છુંદો ચોક્કસ થી બનાવો અને સ્ટોર કરી ને આખું વર્ષ એની મજા માણો. સ્વાદ અને ટેસ્ટ માં એકદમ તાપ માં બનાવેલા છુંદા જેવો જ છે અને આ રીતે બનવામાં આવતો છુંદો ખૂબ જ ઝડપ થી બની જાય છે. Daxa Parmar -
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB WEEK3 આ છુન્દો ખાસ કરીને બાળકો માટે મેં બનાવ્યો છે. તેથી બહુ તીખો નથી બનાવ્યો. બાળકોને બીજા અથાણાં કરતા છુન્દો ભાવતો હોય છેબીજા અથાણાં કરતા તેથી તીખો નથી કર્યો. Varsha Monani -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB Week4 ઉનાળામાં ફળો નો રાજા કેરી નું આગમન થાય એટલે દરેક ઘરો માં અલગ અલગ પ્રકારના અથાણાં બને.કેરી નો છૂંદો અને મુરબ્બો બને.દરેક ની અલગ રીત હોય છે.આખું વર્ષ સાચવવા માટે કાળજી રાખી બનાવવું જરૂરી છે. Bhavna Desai -
-
-
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3#PS#cookoadindia#cookoad gujarati#zero oil recipe બીજા કોઈ પણ અથાણાં માં તેલ બહુ જ જરૂરી હોય છે તો જ તે અથાણું સારું રહે છે પણ છૂંદો એ zero oil માં બને છે અને આખું વર્ષ છુંદો સારો રહે છે.છુંદા માં ખટાશ ,ગળપણ,અને તીખાશ બધું જ હોવાથી આ ચટપટો સ્વાદ બધા ને ભાવે અને છુંદો ગુજરાતી ના ઘરે બનતો જ હોય.............. सोनल जयेश सुथार -
કેરી નો ઇન્સ્ટન્ટ છૂંદો (Keri Instant Chhundo Recipe In Gujarati)
#APR ઇન્સ્ટન્ટ કેરી નો છૂંદો Monali Dattani -
-
-
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB#Week3Chhundoછુંદો તડકા છાયા માં કરીએ તો અઠવાડિયામાં થાય..પણ આ વખતે વાતાવરણમાં પલટો આવ્યો છે એટલે.પુરો તડકો મળે કે નહી એ સમસ્યા.. એટલે ફટાફટ તૈયાર થઈ જાય એવો છુંદો ઉકાળી ને બનાવી લીધો..હાં ખૂબ જ સરસ લાગે છે.. સ્વાદ માં કોઈ જ ફરક ન પડે.. Sunita Vaghela
More Recipes
- કોબીજ નું શાક (Kobij Shak Recipe In Gujarati)
- ફણગાવેલા મગ અને વેજીટેબલ સલાડ (Fangavela Moong Vegetable Salad Recipe In Gujarati)
- ઉપમા (Upma Recipe In Gujarati)
- ચટપટી બોમ્બે સ્ટાઇલ આલુ મટર સેન્ડવીચ (Chatpati Bombay Style Aloo Matar Sandwich Recipe In Gujarati)
- દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
ટિપ્પણીઓ