રેડ ગ્રેવી મટર પનીર (Red Gravy Matar Paneer Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 વ્યક્તિ માટે.
  1. 100 ગ્રામપનીર
  2. 2 નંગડુંગળી
  3. 1 નંગમોટું લાલ ટામેટું
  4. 1 કપકોથમીર
  5. 1/2 ટી સ્પૂનહળદર
  6. 1 ટેબલ સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  7. 1/2 ટી સ્પૂનતીખું લાલ મરચું પાઉડર
  8. 1 ટેબલ સ્પૂનમીઠું
  9. 1 કપવટાણા બાફેલા
  10. 2લવિંગ
  11. 2મરી
  12. 1નાનો તજ નો ટુકડો
  13. 7લસણ ની કળી
  14. 1 ઇંચઆદુ નો ટુકડો
  15. 2લીલા મરચા
  16. 1/2 ટી સ્પૂનકિચન કિંગ મસાલા
  17. 1/2 ગ્લાસપાણી
  18. 1 ટેબલ સ્પૂનતેલ
  19. ડુંગળી આદુ મરચા લસણ મરી લવિંગ ટામેટું તળવા માટે
  20. 1 ટેબલ સ્પૂનતેલ ગ્રેવી વઘારવા માટે

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 2 ડુંગળી ઝીણી સમારી લેવી.પછી 1 ટામેટું પણ જીણું સમારી લેવું.

  2. 2

    ત્યાર પછી એક જાડા તળિયા વાળી કડાઈ માંં 1 ટેબલ સ્પૂન તેલ લઇ એમાં ડુંગળી ટમેટું 2 લવિંગ 2 મરી
    1 નાનો તજ નો ટુકડો 1 કપ સમારેલું ટામેટું 7 લસણ ની કળી લીલાં મરચાં આ બધું 10 મિનિટ ફ્રાય કરી લેવું ધીમા તાપે.

  3. 3

    ત્યારબાદ મિક્સર માં ડુંગળી લસણ આદુ મરચાા તજ લવિંગ મરી ટામેટુંં લીલા મરચા આબધુ મિક્સર
    માં જીણું વાટી લેવું અડધુ ગ્લાસ પાણી નાખી એની ગ્રેવી બનાવી લેવી. અને ગ્રેવી ને એક ટેબલ સ્પૂન તેલ લઇ એમાં બરાબર હલાવ્યા કરવું અને એમાં બાફેલા વટાણા ઉમેરી ને એમાં હળદર મરચું પાઉડર મીઠું ઉમેરી લેવું.

  4. 4

    ત્યારબાદ ગ્રેવી બરાબર ઉકળે અને તેલ છોડે એટલે એમાં પનીર ઉમેરી ને બરાબર મિક્સ કરી લેવું.

  5. 5

    ત્યારબાદ એમાં કાશ્મીરી લાલ મરચું અને કિચન કિંગ મસાલો નાખી બીજી સાત આંઠ મિનિટ થવા દેવું. અને ઉપર કોથમીર ભભરાવી દેવી.

  6. 6

    ત્યારબાદ તૈયાર છે રેડ ગ્રેવી મટર પનીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

ટિપ્પણીઓ (16)

Similar Recipes