દાલ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#Fam
દાલ પકવાન અમારા ઘર માં બધા ના બહુ જ પ્રિય છે. આમ તો પકવાન મેંદા ના બને છે પણ હું ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને બનાવું છું
દાલ માં પણ ચણા ની દાલ સાથે થોડી મસૂર ની દાલ પણ લીધી છે એટલે હેલ્થી છે. આમ બજાર માં દાલ પકવાન માં ચણા ની દાલ એકલી જ હોય છે અને પૂરી પણ એકલી મેંદા ની જ હોય છે પણ મેં થોડું ઇનોવેટીવ કર્યું છે અને મારા ઘરે ઘણા ટાઈમ થી બને જ છે અને કોઈ ગેસ્ટ આવે તો પણ બને જ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપ- ચણા ની દાલ
  2. 1/4 કપ - મસૂર ની દાલ
  3. 1 કપ- ઘઉં નો લોટ
  4. 1/2 કપ- મેંદો
  5. 3 ચમચી- રવો
  6. 1/2 ચમચી- અજમો
  7. 1/2 ચમચી- જીરૂ પાઉડર
  8. 1/2 ચમચી- મરી પાઉડર
  9. સ્વાદ મુજબ મીઠુ
  10. 3 ચમચી- હુંફાળું તેલ
  11. જરૂર મુજબ પાણી લોટ બાંધવા માટે
  12. વઘાર માટે - ઘી
  13. 1 ચમચી- જીરૂ
  14. ચપટીહિંગ
  15. 5-7મીઠાં લીમડા ના પાન
  16. 1મરચું - ઝીણું સમારેલું
  17. 1 નંગ- ઝીણું સમારેલું ટામેટું
  18. 2 ચમચી- કાશ્મીરી લાલ મરચું પાઉડર
  19. 1 ચમચી- હળદર
  20. 1 ચમચી- ધાણા જીરૂ પાઉડર
  21. 1 ચમચી- આમચુર પાઉડર
  22. 1/2 ચમચી- મરી પાઉડર
  23. 1 ચમચી- ગરમ મસાલો
  24. 1 ચમચી- ગોળ
  25. લીલા ધાણા
  26. સર્વ કરતી વખતે :-
  27. દાલ
  28. કેરી અને ધાણા ની ગ્રીન ચટણી
  29. ગળી ચટણી
  30. ડુંગળી
  31. સેવ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌથી પહેલા ચણા ની દાલ અને મસૂર ની દાલ ને ધોઈ 1 કલાક પલાળી રાખો. બંને દાલ જોડે જ પલાળી લીધી છે.પછી કુકર માં દાલ, મીઠુ, હળદર નાંખી બાફી દો.થોડી આખી રહે તેવી જ બાફવી.

  2. 2

    હવે મસાલા રેડી કરી દો. લોટ પણ બાંધી દો.

  3. 3

    હવે બાંધેલા લોટ ને 20 મિનિટ રેસ્ટ આપી ગુલ્લા કરી થોડી મોટી પૂરી વણી ફોક થી કાણા પાડી ક્રિસ્પી તળી લો.

  4. 4

    હવે તાવડી માં ઘી લઇ જીરૂ, હિંગ લીમડા ના પાન, લીલા મરચાં, ટામેટું અને મીઠુ નાંખી સાંતળી કાશ્મીરી મરચું, હળદર અને ધાણા જીરૂ નાંખી થોડું પાણી રેડી ઉકળવા દો.

  5. 5

    પછી તેમાં બાફેલી દાલ નાંખી મરી પાઉડર, અમચૂર, ગરમ મસાલો અને ગોળ નાંખી ઉકળે પછી લીલા ધાણા નાંખી ગેસ બંધ કરી સર્વ કરો.સર્વ કરતી વખેતે બાઉલ માં દાલ, કેરી અને ધાણા ની ચટણી, ગળી ચટણી, સમારેલી ડુંગળી, સેવ નાંખી સાથે પકવાન મૂકી સર્વ કરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

Similar Recipes