પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  1. 250 ગ્રામબટાકા
  2. 100 ગ્રામરીંગણાં
  3. 100 ગ્રામફ્લાવર
  4. 100 ગ્રામવટાણા
  5. 2-3ડુંગળી
  6. 4-5ટામેટા
  7. 2 ટેબલસ્પૂનતેલ
  8. 2 ટેબલસ્પૂનઘી
  9. 1 ટીસ્પૂનહળદર
  10. 2 ટીસ્પૂનમરચું
  11. 1 ટીસ્પૂનપાઉંભાજી મસાલો
  12. 1 ટીસ્પૂનલસણની ચટણી
  13. મીઠું સ્વાદાનુસાર
  14. લીંબુનો રસ
  15. કોથમીર
  16. 8પાઉં

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    બટાકા, રીંગણાં, ફ્લાવર જીણા સમારી કૂકરમાં બાફી લો. વટાણા ને ઉકળતા પાણીમાં મીઠું અને સોડા નાખી બાફી લો જેથી તેનો કલર જળવાઈ રહે.

  2. 2

    ડુંગળી ટામેટા ઝીણા સમારી લો અને લસણની ચટણી બનાવી લો.

  3. 3

    એક પેનમાં ઘી અને તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં ડુંગળી સાંતળી લો. પછી તેમાં ટામેટા નાખી ને સાંતળી લો. ગ્રેવી જેવું થઈ જાય એટલે તેમાં લસણની ચટણી, હળદર મરચું, મીઠું નાખી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં થોડો પાઉંભાજી મસાલો નાખો. બધું એકરસ થઈ જાય એટલે તેમાં કૂકરમાં બાફેલા શાકનો માવો કરી ને નાખો. 5 મિનિટ થવા દો. પછી તેમાં છુટ્ટા બાફેલા વટાણા નાખી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે તેમાં પાઉંભાજી નો મસાલો, લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી લો. ઉપર બટર અને કોથમીર નાખીને બટરમાં શેકેલા પાઉં, સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes