તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)

Neeta Gandhi
Neeta Gandhi @cook_24281979

#EB

શેર કરો

ઘટકો

  1. કીલો રાજાપુરી કેરી
  2. ૧+૧/૪ કીલો બારીક ખાંડ
  3. ચમચા લાલ મરચુ પાઉડર
  4. ૧/૪ નાની ચમચીહિંગ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ૧ ચપટીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રાજાપુરી કેરી લાવી સાફ કરી લેવી અને તેને મોટી ખમણી થી લાંબુ ખમણ કરી લેવું.

  2. 2

    ત્યાર બાદ એક મોટા તપેલા માં કેરી નુ છીણ નાખી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું હળદર અને ખાંડ નાખી મીક્ષ કરી લેવું. તેને ઢાંકી ને ઘર મા રાખી દો.

  3. 3

    બધી ખાંડ ઓગળી જાય પછી તડકે મુકો.

  4. 4

    તેને બરાબર હલાવી દેવું. અને સવારે તડકે મૂકી દો. તેની ઉપર પાતળુ કપડું બાંધી લેવુ સાંજે ઘરમાં લઇ બીજે દિવસે ફરી તડકા મા મુકી દેવું.

  5. 5

    લગભગ 5 દિવસ માં છુંદો તૈયાર થઈ જશે.
    પછી તેમા હીંગ અને લાલ મરચું પાઉડર નાખી મીક્ષ કરી લેવું.

  6. 6

    એકદમ ઠંડો પડે પછી જ બોટલ મા ભરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeta Gandhi
Neeta Gandhi @cook_24281979
પર

ટિપ્પણીઓ

Similar Recipes