તડકા છાયા નો છૂંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1
શેર કરો

ઘટકો

એક અઠવાડિયું
10 servings
  1. 1 કિલો વનરાજ કેરી
  2. 1.5 કિલો ખાંડ
  3. 1 tbspમીઠું / સ્વાદાનુસાર
  4. 1/2 tspકાશ્મીરી લાલ મરચું
  5. 2 tbspલાલ મરચું
  6. 1 tbspજીરું
  7. 4-6લવિંગ

રાંધવાની સૂચનાઓ

એક અઠવાડિયું
  1. 1

    સૌ પ્રથમ કેરી ને છોલી ને છીણી લો.તેમાં મીઠું અને ખાંડ ઉમેરી ખાંડ ઓગળી જાય પછી તડકે મુકવો.

  2. 2

    તપેલા પર કપડું બાંધી 5 દિવસ જેવું તડકે મુકવો. સવારે તડકે રાખો પછી સાંજે પાછો લઈ લો. રોજ કપડું હટાવી ચમચા થી ભેળવી લેવું અને પાછું ઢાંકી દેવું. 3-4 દિવસ સુધી રાખી પછી તેમાં આંગળી પર લઈ જોઈ લેવું કે દોઢ તાર ની ચાસણી થઈ ગઈ હોઇ તો સમજી લેવાનું કે છૂંદો તૈયાર છે.

  3. 3

    પછી તેમાં લાલ મરચું અને જીરું તથા લવિંગ નાખી હલાવી ને કાચની બરની માં ભરી લેવો 12 મહિના સુધી સ્ટોર કરી શકાય સારો રહે છે. થેપલા, ભાખરી, રોટલી સાથે ખૂબ સ્વાદ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes