ફ્યુઝન પીઝા રોલ્સ વીથ ટોમ્યો ડીપ (Fusion Pizza Rolls With Tomyo Dip Recipe In Gujarati)

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai

#PS
#cookpadindia
#cookoadgujrati
ફ્યુઝન પીઝા રોલ્સ મારી ઇનોવેટીવ ડીશ છે.જેમાં પીઝા ,કબાબ, કટલેટ ત્રણે નો સ્વાદ આવશે. ઉપર થી ક્રિસ્પી અને અંદર થી એકદમ ચીઝી .આમાં કઠોળ અને શાક બંને નો સમાવેશ થાય છે મેંદા નો ઉપયોગ થતો નથી. તેથી ખૂબ જ હેલ્ધી પણ છે. ડીપ પણ ઇનોવેટીવ છે. બાળકો અને મોટા બધા ને જ ભાવે તેવી ડીશ બનશે.તો ચાલો......

ફ્યુઝન પીઝા રોલ્સ વીથ ટોમ્યો ડીપ (Fusion Pizza Rolls With Tomyo Dip Recipe In Gujarati)

#PS
#cookpadindia
#cookoadgujrati
ફ્યુઝન પીઝા રોલ્સ મારી ઇનોવેટીવ ડીશ છે.જેમાં પીઝા ,કબાબ, કટલેટ ત્રણે નો સ્વાદ આવશે. ઉપર થી ક્રિસ્પી અને અંદર થી એકદમ ચીઝી .આમાં કઠોળ અને શાક બંને નો સમાવેશ થાય છે મેંદા નો ઉપયોગ થતો નથી. તેથી ખૂબ જ હેલ્ધી પણ છે. ડીપ પણ ઇનોવેટીવ છે. બાળકો અને મોટા બધા ને જ ભાવે તેવી ડીશ બનશે.તો ચાલો......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપબાફી ને સમેશ કરેલા રાજમા
  2. 1 કપબાફી ને સ્મેશ કરેલા કાચા કેળા/ બટાકા
  3. ૧ કપબાફેલી સ્વીટ કોર્ન
  4. 1/2 કપબારીક સમારેલા લાલ,લીલા,પીળા બેલ પેપર્સ
  5. 1/2તપ આદુ મરચાં ની પેસ્ટ
  6. ૧ tspઓરેગાનો
  7. ૧ tspચીલી ફ્લેક્સ
  8. ૧ tspમરી પાઉડર
  9. જરૂર મુજબ બ્રેડ ક્રમસ
  10. ૧ tbspસેઝવાન સોસ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. સ્ટફિંગ માટે:
  13. ક્યુબ્સ ખમણેલું ચીઝ,
  14. ૧ tspબાફેલl સ્વીટ કોર્ન,
  15. ૧ tspબારીક સમારેલા કાળા ઓલિવસ
  16. ૧-૧ ચમચી બારીક સમારેલા ત્રણ બેલ પેપર્સ
  17. 1/2 tspઓરેગાનો
  18. 1/2 tspચીલ્લી ફ્લેક્સ
  19. કોર્ન ફ્લોર,પાણી અને મીઠા ની સ્લરી
  20. પૌંઆ નો ભૂકો,રોલ ને કોટ કરવા
  21. તળવા માટે તેલ
  22. ટોમયો ડીપ માટે:
  23. ટામેટા
  24. ૧ tspચીલી ફ્લેક્સ
  25. ૧ tspઓરેગાનો
  26. ૨ tspમેયોનીઝ
  27. 1/2 tspલાલ મરચું
  28. મીઠું સ્વાદાનુસાર
  29. સજાવવા માટે :
  30. તલ
  31. ફુદીના ના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મકાઈ ને બાફી લેવી,રાજમા અને કાચા કેળા/ બટાકા બાફી ને શ્મેશ કરી લેવા,બેલ પેપર્સ બે બારીક સમારી લેવા,ચીઝ ખમણી લેવું.સ્લારી બનાવી લેવી.ટામેટા ના ટુકડા કરી લેવા.

  2. 2

    એક પેન પર સિલ્વર ફોઇલ લગાવી ને ટામેટા માં મીઠું એડ કરી, સાતડી લેવા.નરમ થઈ જાય એટલે તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરવા.ઠંડું થવા દેવું.ઠંડું થાય એટલે મેયોનિસ એડ કરી મિક્સર માં વતી લેવું. ચટપટુ ટોમ્યો ડીપ રેડી છે.

  3. 3

    કાચા કેળા/ બટાકા,બાફી ને સનેશ કરેલા રાજમા,આદુ મરચા,બાફેલી મકાઈ,બારીક સમારેલા બેલ પેપર્સ,બ્રેડ ક્રમ્સ, ચીલિ ફ્લેક્સ,ઓરેગાનો,મીઠું બધું મિક્સ કરી ને માવો બનાવવો તેમાં સેઝવાન સોસ એડ કરવો.જરૂર લાગે તો વધારે બ્રેડ ક્રમ્સ એડ કરવા.નાના એકસરખા ગોળા વાળી લો. સાઇડ પર મૂકી દો.

  4. 4

    સ્ટફિંગ માટે:
    ખમણેલું ચીઝ, બાફેલી મકાઈ,બેલ પેપર્સ ઓલિવ,મરી પાઉડર, ચીલી ફ્લેક્સ,ઓરેગાનો અને મીઠું એડ કરી હળવે હાથે મિક્સ કરી,તેના લાંબા ઓવલ રોલ વાળી લેવા.

  5. 5

    રાજમા નો એક ગોળો લઈ તેને ચપટો કરી તેમાં ચીઝ ની રોલ સ્ટફ કરી ને બંધ કરી ને લાંબા રોલ નો શેપ આપી દો.બધા રોલ વાળાઈ જાય એટલે તેને મેંદા કોર્ન ફ્લોર ની સ્કરી માં ડીપ કરી પછી પૌંઆ ના ભૂકા માં રોલ કરી લો.જેથી ટેક્સચર એકદમ સરસ આવશે અને એકદમ ક્રિસ્પી અને ઓઇલ ફ્રી પણ થશે.આ પ્રોસેસ સાચવી ને કરવો.રોલ તૂટી ન જાય.બધા રોલ આ રીતે થઈ જાય એટલે તેને 1/2 એક કલાક માટે ફ્રીઝ માં સેટ કરવા મૂકી દો.

  6. 6
  7. 7
  8. 8

    રોલ્સ ને શેલો ફ્રાય પણ કરી શકાય છે.અને ડીપ ફ્રાય પણ કરાય.ડીપ ફ્રાય કરેલા નો ટેસ્ટ ઓબવિયશલી બેટર લાગે છે😄. તળતી વખતે પહેલા તેલ સરખું ગરમ કરવું, રોલ નાખ્યા પછી ફ્લેમ મિડિયમ રાખવો. golden brown ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવા.જેથી ચીઝ મેલ્ટ થઈ જશે.

  9. 9
  10. 10

    Assembling:
    સર્વ કરતી વખતે જ અસેમ્બ્લિંગ કરવું.
    ૧.નાના નાના શોટ ગ્લાસ માં નીચે તોમ્યો ડીપ મૂકવો.તેના પર એક રોલ મૂકવો ઉપર બેલ પેપર નો એક નાનો ટુકડો અને ફુદીના થી સજાવવું.
    ૨. તળેલા રિલ ની બંને સુદેશ ને ડીપ માં બોળી, તલ ચોંટાડી દેવા.વચ્ચે બેલ પેપર અને ફુદીના ના પાન થી સજાવવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema Kamdar
પર
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

Similar Recipes