વેજ. ચીઝ બસ્ટૅ પીઝા (Veg. Cheese Burst Pizza Recipe In Gujarati)

 Tasty Food With Bhavisha
Tasty Food With Bhavisha @cook_23172166

#Fam
અમારા ઘરમાં બધા ને ડોમિનોઝ નાં પીઝા ફેવરિટ છે ખાસ કરીને મારા સન ને ઓલ ટાઇમ ફેવરિટ છે એટલે જ જ્યારે બધા ને પીઝા ખાવા નું મન થાય ત્યારે હું ઘરે પીઝા બનાવી દઉં છું અને મારા પીઝા પણ એટલાં જ ટેસ્ટી બને છે
વેજ.ચીઝ બસ્ટૅ પીઝા Domino's style veg cheese burst 🍕

વેજ. ચીઝ બસ્ટૅ પીઝા (Veg. Cheese Burst Pizza Recipe In Gujarati)

#Fam
અમારા ઘરમાં બધા ને ડોમિનોઝ નાં પીઝા ફેવરિટ છે ખાસ કરીને મારા સન ને ઓલ ટાઇમ ફેવરિટ છે એટલે જ જ્યારે બધા ને પીઝા ખાવા નું મન થાય ત્યારે હું ઘરે પીઝા બનાવી દઉં છું અને મારા પીઝા પણ એટલાં જ ટેસ્ટી બને છે
વેજ.ચીઝ બસ્ટૅ પીઝા Domino's style veg cheese burst 🍕

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 500 ગ્રામમેંદા નો લોટ
  2. 1 ચમચીઈસ્ટ
  3. એકવાટકી પીઝા સોસ
  4. 1 વાટકીમોઝરેલા ચીઝ
  5. ૬ નંગચીઝ સ્લાઈસ
  6. 1 વાટકીસમારેલા કેપ્સીકમ(કોઇપણ લઈ શકો)
  7. 1 વાટકીબાફેલી મકાઈ
  8. 1 વાટકીબ્લેક ઓલિવ
  9. ટામેટાં (ઓપ્સનલ)
  10. પાણી જરૂર મુજબ હુંફાળું
  11. 1 ચમચીચીલી ફ્લેક્સ
  12. 2 ચમચીઓલિવ ઓઈલ
  13. 1 ચમચીઓરેગાનો
  14. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં એક વાટકી જેટલું હુંફાળા પાણીમાં એક ચમચી ખાંડ અને ડ્રાય ઈસ્ટ ઉમેરીને તેને મિક્સ કરી ને ૧૦ મિનિટ સુધી એકટીવ થવા મુકી દો

  2. 2

    હવે એક બાઉલમાં લોટ લઇ તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠું અને ઓલિવ ઓઈલ ઉમેરો પછી તેમાં એકટીવ કરેલ ઈસ્ટ ઉમેરીને જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લેવો

  3. 3

    પછી આ બાંધેલા લોટની કણક ને ૨ મિનિટ સુધી એકદમ મસળીને તેલવાળો હાથ કરી ઢાંકણ ઢાંકી એક કલાક સુધી રહેવા દેવો

  4. 4

    હવે આ કણકને ફરીથી ૧૦મિનીટ સુધી મસળી લો પછી તેમાં થી બે લુવા લઈને ગોળ ગોળ બેઝ તૈયાર કરી લો એક થોડું જાડું વણવુ અને એક પતલુ

  5. 5

    હવે પહેલાં જાડા બેઝ ને લઈને ફોગ વડે કાપા કરી લેવા પછી તેના ઉપર પીઝા સોસ નું ટોપીગ કરવું

  6. 6

    પછી તેની ઉપર ચીઝની સ્લાઈસ ગોઠવી ફરીથી બીજુ બેઝ મુકી દો અને કિનારીએ સરસ દબાવી દો

  7. 7

    હવે તેની ઉપર ફરીથી પીઝા સોસ નું ટોપીગ કરી પછી તેની ઉપર મળેલા મોઝરેલા ચીઝ ભભરાવી દો

  8. 8

    હવે ચીઝ ઉપર બધા વેજીટેબલ ઓલિવ,બોઈલ મકાઈ પાથરી દો પછી ફરી થી તેની ઉપર મોઝરેલા ચીઝ ભભરાવી દો

  9. 9

    હવે આ તૈયાર કરેલા પીઝા ને ઓવન માં કન્વેશન મોડ માં 180c ડિગ્રી સેલ્સિયસ પર 10 મિનિટ સુધી પ્રી હિટ આપી ને પીઝા ને ૨૦ મિનિટ સુધી બેક કરવા મુકી દો

  10. 10

    બેક થય જાય એટલે તેને બહાર કાઢી લો અને તેમાં જરૂર મુજબ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો અને કટર વડે કટ કરી લો તૈયાર છે સ્વાદિષ્ટ ડોમિનોસ સ્ટાઇલ પીઝા તમે પણ જરૂર થી બનાવજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Tasty Food With Bhavisha
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

Similar Recipes