તાંદળજાની ભાજી ને મગની દાળ નું શાક (Tandarja Bhaji Moong Dal Shak Recipe In Gujarati)

Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
શેર કરો

ઘટકો

દસ મિનિટ
ત્રણ વ્યક્તિ માટે
  1. 250 ગ્રામ તાંદળજાની ભાજી
  2. 1/2 કપ મગની મોગર દાળ
  3. 1/2 ચમચી હળદર
  4. 2 ચમચીલાલ મરચું
  5. 1 ચમચીધાણાજીરું પાઉડર
  6. 1 ચમચીગરમ મસાલ
  7. સ્વાદ મુજબ મીઠું
  8. 3 ચમચીતેલ
  9. 1/2 ચમચી રાઈ વઘાર માટે
  10. ચપટીહિંગ
  11. 1 નંગચોપ કરેલી ડુંગળી
  12. 5કળી વાટેલું લસણ
  13. થોડી કાપેલી ઝીણી કોથમીર

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ તાંદળજાની ભાજી લેવી.

  2. 2

    ભાજી સમારી ધોઈ ને સાફ કરવી.
    એક વાટકી મગની મોગર દાળ લેવી.

  3. 3

    સૌ પ્રથમ એક કુકરમાં તેલ લેવું અને તેમાં રાઈ નાખવી.

  4. 4

    રાઈ તતડે એટલે તેની હિંગ ને અંદર ચોપ કરેલી ડુંગળી નાખીને સાંતળો.

  5. 5

    ત્યારબાદ તેની અંદર વાટેલું લસણ મરચાની પેસ્ટ નાખવી.

  6. 6

    તેમાંથી બરાબર તેલ છૂટું પડવા લાગે એટલે ભાજી ને મોગર દાળ નાખવી.

  7. 7

    પછી તેમાં મરચું મીઠું હળદર ગરમ મસાલો નાખીને બધું બરાબર મિક્સ કરી ને કુકર નું ઢાંકણ બંધ કરી બે સિટી વગાડવી.

  8. 8

    પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢીને કોથમીરથી ગાર્નિશિંગ કરવું

  9. 9

    તૈયાર છે તાંદળજાની ભાજી અને મગની મોગર દાળ નું શાક ખૂબ પૌષ્ટિક શાક છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
પર

Similar Recipes