મગ ની દાળ શાક (Moong Dal Shak Recipe In Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#AM3 આ દાળ સ્વાદિષ્ટ અને જમવામાં જલ્દી પચી જાય છે, પહેલા ના લોકો સાંજે કઠોળ કે દાળ બનાવતા શાક ના બદલે, અત્યારે પણ જમણવાર માં લોકો બનાવતા હોઈ છે.

મગ ની દાળ શાક (Moong Dal Shak Recipe In Gujarati)

#AM3 આ દાળ સ્વાદિષ્ટ અને જમવામાં જલ્દી પચી જાય છે, પહેલા ના લોકો સાંજે કઠોળ કે દાળ બનાવતા શાક ના બદલે, અત્યારે પણ જમણવાર માં લોકો બનાવતા હોઈ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 વાડકીમગની મોગર દાળ
  2. 2 ચમચીતેલ
  3. 1 ચમચીજીરું
  4. હિંગ
  5. 1 ચમચીવાટેલા આદુમરચા
  6. 1 ચમચીખાંડ
  7. 1/2 ચમચીહળદર
  8. 8/10કળી લસણ
  9. 1 ચમચીકોથમીર
  10. મીઠુ સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    મગની દાળ ને ધોઈને 2 કલાક પાણી માં પલાડવી,

  2. 2

    તાવડી માં તેલ ગરમ મૂકી હિંગ, જીરું આદુ મરચાં ની પેસ્ટ, વાટેલું લસણ, હળદર ઉમેરો અને મગની દાળની ઉપર એક વાટકી પાણી રહે તેમ દાળ વગારવી

  3. 3

    દાણો આખો રહે તેમ દાળ ને ચડવા દેવી, ચડી જાય એટલે ખાંડ અને કોથમીર નાખવા અને હલાવી દેવી

  4. 4

    મેં જમવામાં બાસુંદી રોટલી, મગનીકચોરી, પંજાબી શાક અને દાળ ભાત, ડુંગળી બનાવ્યા છે પૂરી ઓછી ભાવે છે એટલે મેં રોટલી સાથે સર્વ કર્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

ટિપ્પણીઓ (2)

Similar Recipes