દૂધી મિક્સ ભાજીના મુઠિયા (Dudhi Mix Bhaji Muthiya Recipe In Gujarati)

Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
આઠ વ્યક્તિ માટે
  1. ૪ વાડકીઘઉંનો જાડો લોટ
  2. 500 ગ્રામ ગ્રામ દૂધી ની છીણ
  3. 1 વાડકીતાંદળજાની ભાજી ઝીણી સમારેલી
  4. 1/2 વાટકી મેથીની ભાજી ઝીણી સમારેલી
  5. 1/2 વાટકી કોથમીર ઝીણી સમારેલી
  6. 3 ચમચીધાણાજીરું
  7. 2 ચમચીલાલ મરચુ પાઉડર
  8. 1+1/2 ચમચી હળદર
  9. સ્વાદમુજબ મીઠુ
  10. 2 ચમચા તેલ મોણ માટે
  11. વઘાર માટે
  12. રાઈ
  13. 10 થી 12 નંગમીઠા લીમડાનાં પાન
  14. 4 નંગલીલા મરચાં
  15. 2 ચમચીતલ
  16. 2 ચમચીમલાઈ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌ પ્રથમ દૂધીને છીણી લેવી.

  2. 2

    ત્યારબાદ તેમાં તાંદળજાની ભાજી મેથીની ભાજી ને લીલા ધાણા મિક્સ કરો

  3. 3

    ત્યારપછી તેમાં ઘઉંનો જાડો લોટ ઉમેરવો

  4. 4

    લોટની અંદર ધાણાજીરું પાઉડર મરચું હળદર સ્વાદ અનુસાર મીઠું નાખવું. મોણ નાંખીને બે ચમચી મલાઈ નાખવી ને તેનો લોટ બાંધવો.

  5. 5

    લોટ બંધાઈ જાય પછી તેના વાટા વાળીને ઢોકળીયામાં વરાળથી બાફવા મુકવા.

  6. 6

    બફાઈ જાય પછી થોડા ઠંડા પડે એટલે તેના કાપા કરી દેવા.

  7. 7

    ત્યારબાદ એક પેન લઈ તેમાં થોડું તેલ મૂકી અને તેમાં રાઇ થોડા તલ,લીલા મરચા ના ટુકડા ને મીઠા લીમડાના પાન નાખીને વઘાર લેવો.

  8. 8

    તૈયાર છે ગરમા ગરમ દૂધીનેમિક્સ ભાજીના મુઠિયા. 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
પર

ટિપ્પણીઓ

Similar Recipes