નટેલા ટુટી ફ્રુટી બાબકા બ્રેડ (Nutella Tutti Frutti Babka Bread Recipe In Gujarati)

Sonal Suva
Sonal Suva @foodforlife1527

#AsahiKaseiIndia
#foodforlife1527
નટેલા એ બધાને ભાવે ખાસ કરીને મારા દીકરાને. મને બેકિંગ કરવાનું ગમે છે. બ્રેડને ફરમેન્ટ કરવા માટે કલાકો સુધી પ્લાસ્ટિક પેપર ઢાંકીને રાખવી પડે છે. જેના માટે @asahikasei ના પ્લાસ્ટિક રેપ ખૂબ ઉપયોગી છે.

નટેલા ટુટી ફ્રુટી બાબકા બ્રેડ (Nutella Tutti Frutti Babka Bread Recipe In Gujarati)

#AsahiKaseiIndia
#foodforlife1527
નટેલા એ બધાને ભાવે ખાસ કરીને મારા દીકરાને. મને બેકિંગ કરવાનું ગમે છે. બ્રેડને ફરમેન્ટ કરવા માટે કલાકો સુધી પ્લાસ્ટિક પેપર ઢાંકીને રાખવી પડે છે. જેના માટે @asahikasei ના પ્લાસ્ટિક રેપ ખૂબ ઉપયોગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ડો બનાવવા માટે
  2. ૨ કપમેંદો
  3. ૨ ચમચા મિલ્ક પાઉડર
  4. ૩-૪ ચમચી ખાંડ
  5. ૧/૨ કપહુંફાળુ દૂધ
  6. મીઠુ
  7. ૧ ચમચો તેલ
  8. યીસ્ટ ફરમેન્ટ કરવા માટે
  9. ૧ ચમચો એક્ટીવ ડ્રાય યીસ્ટ
  10. ૧ ચમચીખાંડ
  11. ૧ કપહુંફાળુ પાણી
  12. નટેલા સ્ટફીંગ માટે
  13. ૨-૩ ચમચા ટુટી ફ્રુટી
  14. ૩-૪ ચમચા નટેલા(ન્યુટેલા)
  15. ૨ ચમચીચોકોચીપ્સ
  16. ખાંડ સીરપ માટે
  17. ૧/૪ કપખાંડ
  18. ૧/૪ કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મોટા બોલમાં હુંફાળુ પાણીમાં ખાંડ ઓગાળી યીસ્ટ મિક્સ કરી ચમચીથી હલાવી લેવું. ૧૦ મિનિટ રેસ્ટ આપવાથી યીસ્ટ સરસ ફ્રોથી થઇ જશે.

  2. 2

    હવે એક મોટા બોલમાં મેંદો, મિલ્ક પાઉડર, ખાંડ, મીઠુ ચાળીને લેવા. તેમાં યીસ્ટ ઉમેરી મિક્સ કરી જરુર મુજબ હુફાળુ દૂધ ઉમેરી ઢીલો ડો રેડી કરવો. લોટને ૧૫ મિનિટ સુધી મસળીને ગ્લુટીન ડેવલપ થવું જરુર છે તો જ બ્રેડ જાળીવાળી બનશે. લોટ ચોંટે નહી એ માટે થોડું થોડું તેલ હાથમાં લઇ મસળવો. ૧ ચમચા જેટલું તેલ જશે. આ મિશ્રણને પ્લાસ્ટિક પેપર (ક્લીન્ગ રેપ)થી ઢાંકી ૨-૩ કલાક રેસ્ટ આપવો. જેથી ડો ફુલીને ડબલ થઇ જશે.

  3. 3

    હવે લોટને કાઢીને પંચ કરી એર કાઢી ટુટીફ્રુટી મિક્સ કરી મોટો લુવો રેડી કરવો. પછી કોરો લોટ લઇ ક્લીન ફ્લોર પર લંબચોરસ રોટલો વણી તેના પર નટેલા સ્પ્રેડ કરવું. રોટલાને અંદરની બાજુમાં વાળી ગોળ રોલ બનાવી રોલને ધારવાળા ચાકુથી બે સરખા ભાગમાં કાપવો.

  4. 4

    બંને ભાગને ભેગા કરી નટેલા વાળો ભાગ ઉપર રહે તેમ રાખી ધીમેથી ચોટલાની જેમ ગૂંથી લેવા. બંને છેડેથી સહેજ ભેગું કરી પહેલેથી ગ્રીઝ અને ડસ્ટીંગ કરેલા લોફ ટીમમાં મૂકવું. આ રીતે બીજી બ્રેડને ગોળાકાર આપી કેકટીનમાં મૂકવી. બંને ટીન પર પ્લાસ્ટિક પેપર ઢાંકી ૧ માટે રેસ્ટ આપવાથી બ્રેડનો ડો સરસ ફુલી જશે.

  5. 5

    હવે બંને ટીનને ૧૮૦ પર પ્રીહીટ કરેલા ઓવનમાં ૧૮૦ પર ૨૦ મિનિટ માટે કન્વેક્શન મોડ પર રાખી બેક કરવી. ઓવન પ્રમાણે સમયમાં થોડો ફેરફાર થાય છે.

  6. 6

    હવે રેડી બ્રેડને ઓવનમાંથી કાઢી તરત જ ખાંડ સીરપથી બ્રશ કરવી કપડાંથી ઢાંકી દેવી. ઠંડી થાય પછી અનમોલ્ડ કરી એન્જોય કરો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Suva
Sonal Suva @foodforlife1527
પર
Every woman is master chef for her family as she knows likes and dislikes of each member in family and serves them with taste and qualified food for good health.(દરેક સ્ત્રી તેણીના પરિવાર માટે એક ઉમદા શેફ જ છે, દરેક સભ્યની પસંદગીને બખૂબી જાણે છે અને તેમણે સ્વાદ સાથે પૌષ્ટિક ભોજન પણ પીરસે છે.)
વધુ વાંચો

Similar Recipes