ટુટી ફ્રુટી મિલ્ક ફ્રૂટ કેક (Tutti frutti Milk Fruit Cake Recipe In Gujarati)

Asha Galiyal
Asha Galiyal @cook_28299630

#AsahiKaseiIndia

જોઈનેજ ગમી જાય એવા, અને ખાવા માં ટેસ્ટી aને સોફ્ટ એવા, મિલ્ક ફ્રૂટ કેક. જેમાં ટુટીફ્રૂટી નાખીને, એટ્રેકટીવ દેખાય. એવા ટૂટીફ્રૂટી મિલ્ક કેક સહુ ને ગમી જાશે. તો ચાલો કેક બનાવવાનું શરુ કરીયે...

ટુટી ફ્રુટી મિલ્ક ફ્રૂટ કેક (Tutti frutti Milk Fruit Cake Recipe In Gujarati)

#AsahiKaseiIndia

જોઈનેજ ગમી જાય એવા, અને ખાવા માં ટેસ્ટી aને સોફ્ટ એવા, મિલ્ક ફ્રૂટ કેક. જેમાં ટુટીફ્રૂટી નાખીને, એટ્રેકટીવ દેખાય. એવા ટૂટીફ્રૂટી મિલ્ક કેક સહુ ને ગમી જાશે. તો ચાલો કેક બનાવવાનું શરુ કરીયે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દોઢ થી બે કલાક
4 સર્વિંગ
  1. 1 કપમેંદો
  2. 3/4 કપહૂંફાળું દૂધ
  3. 1/4 કપરુમ ટેમ્પરેચર વાળું અમુલ બટર
  4. 2 મોટી ચમચી મિલ્ક પાઉડર
  5. 1/4 કપપીસેલી ખાંડ
  6. 1/2 નાની ચમચી બેકીંગ પાઉડર
  7. 1/4 નાની ચમચી બેકીંગ સોડા
  8. 1/2 નાની ચમચી વેનીલા એસેન્સ
  9. 1/4 કપમિક્સડ ટુટી ફ્રૂટી
  10. 1/4 નાની ચમચી પીળો ખાવાનો કલર

રાંધવાની સૂચનાઓ

દોઢ થી બે કલાક
  1. 1

    સૌ પ્રથમ એક મોટું વાસણ લેવું. જેમાં કેક બેક કરી શકીયે. અહીં મેં મોટું તપેલું લીધું છે. જે માં બેકીંગ ની વસ્તું બનાવું છું. તેમાં 1 કપ મીઠું ઉમેરી, બધે એકસરખું ફેલાવી દેવું. આ મીઠું વારંવાર ઉપયોગ માં લેવાય. તેને સ્લો ગેસ પર મૂકી, તેમાં એક સ્ટેન્ડ, કાંઠલો કે વાટકી મૂકી, ઢાંકીને, પ્રિહિટ થવા મૂકવું.

  2. 2

    એક કેક ટીન લઇ તેને તેલ /બટર થી ગ્રીસ કરી લેવું. તેમાં બટર પેપર લગાવી, તેને પણ ગ્રીસ કરી લેવું.

  3. 3

    હવે એક મિક્ષિન્ગ બૉઉલ માં બટર, પીસેલી ખાંડ, અને મિલ્ક - પાઉડર ને ત્રણેય ને એકસાથે સારી રીતે મિક્સ કરી લેવું.

  4. 4

    હવે તેમાં હૂંફાળું થોડું થોડું કરીને દૂધ ઉમેરતા જઈને, મિક્સ કરતું જવું. સરસ એવું સ્મૂથ મિક્સ કરવું.

  5. 5

    હવે તેમાં વેનીલા એસેન્સ ઉમેરી મિક્સ કરવું.

  6. 6

    હસે એક બૉઉલ માં ટુટીફ્રૂટી લઇ, તેમાં થી એક ચમચી જેટલા કાઢી લેવાં. છેલ્લે ઉપરથી નાખવાં. તેમાં એક ચમચી મેંદો નાંખી, હલાવવું. જેથી બધીજ ટૂટીફ્રૂટી પર મેંદો બરાબર ચોંટી જાય.

  7. 7

    હવે મિક્ષિન્ગ બૉઉલ માં પીળો કલર નાંખી, હલાવી સારી રીતે મિક્સ કરવું.

  8. 8

    હવે તેનાં પર મોટી ચરની રાખી, મેંદો, બેકીંગ પાઉડર, બેકીંગ સોડા નાંખી, ચાળી લેવું. અને હલ્કે હાથે બધા મિશ્રણ ને સારી રીતે મિક્સ કરી લેવું.હવે તેમાં ટૂટીફ્રૂટી ઉમેરી મિક્સ કરવી.

  9. 9

    મિશ્રણ ને ગ્રીસ કરેલાં કેક ટીન માં નાંખી, ઉપરથી ટુટી ફ્રૂટી ભભરાવવી. 2-4 વાર ટીન ને હલકું ટેપ કરવું. જેથી એર બબલ્સ નીકળી જાય. હવે તેને પહેલે થી ગરમ કરવા મુકેલા, તપેલા માં મૂકી, ઢાંકણ ઢાંકી ને, 30 મિનિટ બેક થવા મૂકવું.

  10. 10

    30 મિનિટ પછી કેક ને ચાકૂ કે ટુથપીક થી કેક ને ચેક કરવું. જો ટુથપીક / ચાકૂ કેક માંથી સાફ બહાર નીકળે તો સમજવું કે કેક રેડી થઇ ગઈ. અને સાફ નાં નીકળે તો હજી 5 મિનિટ જેવું બેક થવા દેવું.ગેસ બંધ કરીને, ઢાંકણ હટાવી, 20 મિનિટ રહેવા દેવું. બહાર કાઢી પોણો થી એક કલાક એકદમ ઠંડુ થવા દેવું.

  11. 11

    એકદમ ઠંડુ થયા પછી, ચાકૂ થી તેનાં પિસેસ કરી લેવાં.

  12. 12

    ખૂબ સરસ બન્યાં છે. ચા કે કોફી સાથે ખૂબ સારા લાગે છે. નાનાં મોટા સહુ ને ગમે એવા, સરસ મઝાના, "ટુટી-ફ્રૂટી મિલ્ક ફ્રૂટ કેક" તૈયાર છે. જોઈનેજ ગમી જાય. અને ખાવા માં પણ ટેસ્ટી લાગે... તો તને પણ બનાવજો, અને કેવાં બન્યાં છે ટે પણ જણાવજો... 🙂

  13. 13

    છોકરાઓને ટિફિન box માં આપી શકાય. અને ડબ્બા માં ભરીને મૂકી 4-5 દિવસ ખવાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asha Galiyal
Asha Galiyal @cook_28299630
પર
Cooking is my passion ❤️ I love Cooking 💕💕💕
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Your all recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes