હેલ્થી પરાઠા (Healthy Paratha Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

આ કોર્ન, ચીઝ , પીળા કલરના બેલ પેપર ના ખૂબ જ હેલ્થી લઝીઝ  પરોઠા છે.
કોર્ન રોગ પ્રતિકારક છે, ચીઝ દૂધ ની ગરજ સારે છે અને પીળા બેલ પેપર ઈમ્યુનીટી બુસ્ટર છે. આ પરોઠા છોકરાઓ ના ફેવરિટ છે.
#RC1

હેલ્થી પરાઠા (Healthy Paratha Recipe In Gujarati)

આ કોર્ન, ચીઝ , પીળા કલરના બેલ પેપર ના ખૂબ જ હેલ્થી લઝીઝ  પરોઠા છે.
કોર્ન રોગ પ્રતિકારક છે, ચીઝ દૂધ ની ગરજ સારે છે અને પીળા બેલ પેપર ઈમ્યુનીટી બુસ્ટર છે. આ પરોઠા છોકરાઓ ના ફેવરિટ છે.
#RC1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 સર્વ
  1. કણક--
  2. 11/2 કપ ઘઉંનો લોટ
  3. 1 ચમચીતેલ
  4. મીઠું
  5. પાણી
  6. પૂરણ---
  7. 1 કપ બાફેલા અને મેશ કરેલા પીળા મકાઈ ના દાણા. (અમેરિકન કોર્ન)
  8. 1 કપસમારેલું પીળું કેપ્સીકમ
  9. 1/2 કપખમણેલું ચીઝ
  10. 1 નંગજીણો સમારેલા કાંદો
  11. 3-4સમારેલા લીલા મરચા
  12. 1/2જીરું
  13. 1/4 ચમચીહીંગ
  14. 1 ચમચીચાટ મસાલો
  15. 1/2 ચમચીગરમ મસાલો
  16. 2 ચમચીસમારેલી કોથમીર
  17. મીઠું

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    કણક માટે-- ઘઉંનો લોટ,તેલ અને મીઠું નાખી મિક્સ કરવું, પાણી લઈ નરમ લોટ બાંધવો.15-20 મીનીટ ઢાંકી ને રાખવો.

  2. 2

    પૂરણ માટે -- એક પેન માં તેલ ગરમ કરી, જીરું સોતે કરવું. હીંગ અને કાંદા નાંખી, કાંદા ને ગુલાબી શેકવા.અંદર મકાઈ,પીળા બેલ પેપર,લીલા મરચાં નાંખી 5 મીનીટ કુક કરવુ અને પાણી બળવા દેવું.મીઠું નાંખી ગેસ બંધ કરી ઠંડુ કરવું.

  3. 3

    ચીઝ અને કોથમીર નાંખી મીકસ કરવું.

  4. 4

    ઓપ્શન 1 :એક મોટો લુઆ લઈ, પૂરી વણી, અંદર 2 ચમચા પૂરણ મૂકી, કચોરી ની જેમ વાળવું.થોડા જાડા પરોઠા વણવા.
    ઓપ્શન 2 : 2 નાની રોટલી વણી,1નાની રોટલી ઉપર પુરણ મુકીને ને બીજી રોટલી થી કવર કરી પાણી લગાડી ચોંટાડી દેવું. કાંટા થી પરોઠા ની ચારે બાજુ ડીઝાઈન કરવી.

  5. 5

    બંને પરોઠા શેકવાની રીત : ગરમ તવી ઉપર કોરા જ પરોઠા શેકવા.પછી ઘી મૂકી બંને બાજુ શેકવા. ગરમ જ ટામેટો કેચઅપ સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes