મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#AsahiKaseiIndia
#Baking
#Cookies
આ કૂકીઝ ઘઉંના લોટ, સોજી અને બેસન ને મિક્સ કરીને બનાવ્યા છે જેને મલ્ટિગ્રેન આટા કૂકીઝ નામ આપ્યું છે જે ટેસ્ટી લાગે છે.

મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati)

#AsahiKaseiIndia
#Baking
#Cookies
આ કૂકીઝ ઘઉંના લોટ, સોજી અને બેસન ને મિક્સ કરીને બનાવ્યા છે જેને મલ્ટિગ્રેન આટા કૂકીઝ નામ આપ્યું છે જે ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
7-8 લોકો માટે
  1. 200 ગ્રામઘઉંનો ઝીણો લોટ
  2. 1/2 કપબેસન
  3. 1/4 કપસોજી
  4. 1/2 કપદળેલી ખાંડ
  5. 1/2 કપઘી અથવા માખણ
  6. 1 ટીસ્પૂનઈલાયચી પાઉડર
  7. 1 ટીસ્પૂનખાવાનો સોડા
  8. 1+1/2 ટીસ્પૂન બેકિંગ પાઉડર
  9. 2 ટીસ્પૂનપાણી અથવા દૂધ
  10. 2 ટેબલસ્પૂનપિસ્તાના ટુકડા

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ બેસન, સોજી, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, ઈલાયચી પાઉડર મિક્સ કરો.

  2. 2

    હવે એમાં માખણ ઉમેરી બરાબર મિક્સ કરી 2 ટીસ્પૂન પાણી અથવા દૂધ મિક્સ કરી લોટ જેવું બાંધી લો.કૂકીઝ માટે મિશ્રણ તૈયાર છે.

  3. 3

    બનાવેલા કૂકીઝના મિશ્રણમાંથી નાના નાના બોલ્સ બનાવી વચ્ચે પિસ્તાના ટુકડા મૂકી સહેજ હળવા હાથે દબાવી દો, આમ બધા કૂકીઝ બનાવી બેકિંગ ટ્રે પર બટરપેપર મૂકી એમાં પર દરેક કૂકીઝની વચ્ચે 1 ઇંચ જગ્યાએ ગોઠવી લો

  4. 4

    બેકિંગ ટ્રે ને ઓવેનમાં 180° પર પ્રિહીટ કરી 15 મિનિટ સુધી બેક કરી લો અથવા કઢાઈ મા મીઠું ગરમ કરી સ્ટેન્ડ પર ડીશ પર કૂકીઝ મૂકીને પણ બેક કરી શકો.

  5. 5

    તૈયાર છે મલ્ટીગ્રેન આટા કૂકીઝ સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

Similar Recipes