પાત્રા (Patra Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કપચણાનો લોટ
  2. 1/2 ટી સ્પૂનખાંડ
  3. 1/2 ટી સ્પૂનહળદર
  4. 1/2 ટી સ્પૂનમરચું
  5. 1/2 ટી સ્પૂનમીઠું
  6. 250 ગ્રામઅળવી નાં પાન
  7. 1/2 ટી સ્પૂનરાઈ
  8. 1/2 ટી સ્પૂનજીરું
  9. 1/4 ટી સ્પૂનહિંગ
  10. 1લીંબુ નો રસ
  11. 2 ટેબલ સ્પૂનતેલ વઘાર માટે
  12. 1/2 કપપાણી
  13. 1/2 ટી સ્પૂનતલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અળવી ના પાન લઇ ધોઈ
    ને લૂછી લો નેપકીન થી.

  2. 2

    ત્યારબાદ એ પાન ની ચપ્પા ની મદદ થી
    હળવા હાથે નસો કાઢી લો.

  3. 3

    ત્યારબાદ એક બાઉલ માં ચણા નો લોટ ઉમેરી એમાં હળદર, મરચું, મીઠું, લીંબુ નો રસ,ખાંડ ઉમેરી મિક્સ કરી ને ઘટ્ટ ખીરું
    પાંદડા ઉપર ચોપડે એવું બનાવી લો

  4. 4

    પછી તૈયાર કરેલું ખીરું પાંદડા પર ચોપડી લેવું આ રીતે.

  5. 5

    પછી બિડા વળેલા પાંદડા નાં રોલ સ્ટીમર માં સ્ટિમ્ કરવા મૂકવા 12 મિનિટ
    સુધી.

  6. 6

    12 મિનિટ પછી જોઈશું તો પાંદડા નાં રોલ બફાઈ ગયા હશે.

  7. 7

    પછી રોલ નાં ટુકડા કરી એને ગેસ ચાલુ કરી એક કડાઈ માં તેલ મૂકી રાઈ,જીરું લીમડો તલ ઉમેરી ને વઘાર કરી લેવો
    અને પછી ગેસ બંધ કરી લેવો.

  8. 8

    તૈયાર છે પાત્રા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

Similar Recipes